સાળંગપુર ધામમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને કરાયો સોનાનો ભવ્ય શણગાર- અહીં ક્લિક કરી કરો LIVE દર્શન

Gold ornaments salangpur hanumanji temple: આજે સમગ્ર રાજયમાં ગુરુ પૂર્ણિમા નિમિતે તમામ ગુરુ આશ્રમ પર લોકો પોતાના ગુરુનુ પૂજન કરી દર્શન કરશે, ત્યારે ગુજરાત રાજ્યમાં આવેલા બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામે સુપ્રસિધ્ધ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર(gold ornaments salangpur hanumanji temple)માં સવારથી મોટી સંખ્યામાં ભાવિક ભકતો હનુમાન દાદાના દર્શને આવી રહ્યા છે.

આજે ગુરુ પૂર્ણિમા દિવસે ભકતોમાં પણ ખુબજ અનેરો આનંદ જોવા મળે છે, તો મંદિર દ્વારા આજે હનુમાનજી દાદાને સુવર્ણ વસ્ત્રો પહેરાવાયા છે.

સાળગપુર હનુમાનજી મંદિરના કોઠારી શ્રી વિવેક સાગર સ્વામીએ સ્વામીએ જણાવ્યું કે, આધ્યાત્મિક જગતના સૌથી મોટા ગુરુ હનુમાનજી દાદા છે. ત્યારે દાદાએ જેમ ભગવાનની પ્રાપ્તિ કરી તેમ સૌ ભક્તોને ભગવાનની પ્રાપ્તિ થાય તેવી દાદાના ચરણોમાં પાર્થના.

ગુજરાતના બોટાદ જિલ્લામાં બરવાળા નજીક આવેલા નાનકડા એવા સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવનું મંદિર આવેલું છે. સાળંગપુરધામમાં સાક્ષાત હનુમાનજી વિરાજમાન છે.

સાળંગપુર કષ્ટભંજન દેવનું મંદિર વિશ્વવિખ્યાત છે. કષ્ટભંજન દેવનું આ મંદિર 200 વર્ષથી વધુ જૂનું છે. માત્ર ગુજરાતમાંથી જ નહીં પરંતુ દૂર દૂરથી હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે અહીં સેકંડો લોકો આવે છે.

આ મંદિરમાં દરરોજ હનુમાનજીની મૂર્તિને આરતી અને શણગાર કરવામાં આવે છે.આ મૂર્તિની સ્થાપના ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજીના અંતધ્યાન બાદ અનાદિ મૂળ અક્ષરમૂર્તિ યોગીવર્ય સ.ગુ.શ્રી ગોપાળાનંદ સ્વામી દ્વારા કરવામાં આવી હતી.

સાળંગપુરમાં હનુમાન દાદાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. અહી લોકોની તમામ પરેશાનીઓ દૂર થાય છે. સાળંગપુર ગામ બોટાદ જિલ્લામાં આવેલું છે જ્યાં કષ્ટભંજન હનુમાનજીની મૂર્તિ છે જે વિક્રમ સવંત 1905માં સ્વામિનારાયણ સંત ગોપાળાનંદ સ્વામી દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *