મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવ એક મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયા છે. તે જ સમયે, ચાંદીના ભાવમાં 834 રૂપિયાનો ઘટાડો થયો છે. બુલિયનના ભાવમાં ઘટાડો યુએસ ફેડ દ્વારા ફુગાવાને નિયંત્રણમાં રાખવા માટે વ્યાજદરમાં વધારો કરવાનું ચાલુ રાખવાના સંકેત આપ્યા બાદ આવ્યો છે.
ફેડના ચેરમેને જાહેરાત કરી હતી કે ફુગાવાને અંકુશમાં લેવા માટે વ્યાજદરમાં વધારો થતો રહેશે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર 0.60 ટકા અથવા રૂ. 308ના ઘટાડા સાથે રૂ. 50,930 પ્રતિ 10 ગ્રામના સ્તરે કારોબાર થતો જોવા મળી રહ્યો છે. MCX ચાંદી ઓક્ટોબર વાયદો 1.50 ટકા અથવા રૂ. 834 ઘટીને રૂ. 54,936 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવ….|
આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ સોનું 0.76 ટકા અથવા 13.22 ડોલર પ્રતિ ઔંસ ઘટીને 1725.39 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે. ચાંદી 1.40 ટકા અથવા 0.27 ડોલરની નબળાઈ સાથે 18.64 ડોલર પ્રતિ ઔંસ પર છે.
ભારતના મુખ્ય શહેરોમાં સોના અને ચાંદીના ભાવ….
દેશના મુખ્ય શહેરોમાં સોના-ચાંદીના ભાવ આ પ્રમાણે બોલાઈ રહ્યા છે-મુંબઈ, કોલકાતા, હૈદરાબાદ અને કેરળમાં 22 કેરેટ સોનાનો ભાવ 47,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. દિલ્હી, જયપુર અને લખનૌમાં 22 કેરેટ સોનાનો ભાવ 47,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
ચાંદીના ભાવ….
મુંબઈ, દિલ્હી, કોલકાતા, પુણે, અમદાવાદ, જયપુર અને લખનૌમાં ચાંદીના ભાવ રૂ. 54,000 પ્રતિ કિલો છે. ચેન્નાઈ, કોઈમ્બતુર અને મદુરાઈમાં 60,700 પ્રતિ કિગ્રા..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.