સોનું ખરીદદારો માટે ખુશીના સમાચાર – જાણો આજના નવા ભાવ

છેલ્લા કેટલાક દિવસોથી આજે સોના-ચાંદીના ભાવમાં સતત વધઘટ થઇ રહી છે. લગ્નની સિઝનમાં ફરી એકવાર સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. જો તમારે પણ સોનું ખરીદવું હોય કે ઘરેણાં બનાવવા હોય તો તમારા માટે આ એક સારો સમય છે. છેલ્લા કેટલાક મહિનામાં, તમે સોનાના ભાવમાં લગભગ 8,000 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે.

કોરોનાના ઘટવાની અસર અને રસીના સમાચારોની અસર ભારતની સાથે-સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ જોવા મળી રહી છે. બજારમાં તેજીના કારણે સોના-ચાંદીના ભાવમાં પણ અસર થાય છે. કોરોનાના કારણે થયેલા લોકડાઉન પછી સોનાના ભાવમાં મોટા પ્રમાણમાં વધારો થયો હતો તેમાં હાલના સમયમાં ઘટાડો થતો હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા ત્રણ-ચાર મહિનામાં સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

નવેમ્બર મહિનામાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો ત્યાં આજે ડિસેમ્બરનું પહેલુ અઠવાડિયું સોના માટે થોડું સારું હતું. ડિસેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં, દસ ગ્રામ દીઠ સોનાના ભાવમાં આશરે રૂપિયા 490 નો વધારો થયો છે, જ્યારે ચાંદીના ભાવમાં આશરે 3000 રૂપિયાનો વધારો થયો છે.

શુક્રવારે, દિલ્હી બુલિયન માર્કેટમાં સોનું રૂપિયા 102 ઘટીને 48,594 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે. અગાઉના ટ્રેડિંગ સેશનમાં સોનું 10 ગ્રામ દીઠ 48,696 રૂપિયા પર બંધ થયું હતું. ચાંદીનો ભાવ પણ રૂપિયા 16 ઘટીને 62,734 રૂપિયા પ્રતિ કિલો પર બંધ રહ્યો હતો. અગાઉનો બંધ ભાવ પ્રતિ કિલો 62,750 રૂપિયા હતો.

તમને જણાવી દઈએ કે, ઓગસ્ટના રોજ સોનું 56,254 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઊંચા સ્તરે પહોચ્યું છે. તે દિવસે ચાંદી પણ રૂપિયા 76,008 પર પહોંચી હતી. પરંતુ ત્યારબાદ તેમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. શુક્રવારે સોનાનો ભાવ 10 ગ્રામ 49,290 પર બંધ રહ્યો હતો. આ રીતે, તે રેકોર્ડ સ્તરથી 6,964 રૂપિયા સુધી ઘટ્યો છે. એ જ રીતે ચાંદીના ભાવમાં પણ 12,408 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *