ગુજરાતમાં સોનાનો ભાવ રૂ.50 હજારને પાર થઈ ચૂક્યો છે. બુધવારે અમદાવાદમાં સોનાના ભાવમાં પ્રતિ દસ ગ્રામે રૂપિયા 800 વધતા સોનાનો ભાવ રૂપિયા 50,300ની સપાટીએ પહોચતા ઓલ ટાઈમ હાઈ થયું હતું. રોકાણકારો સોનામાં રોકાણ પ્રત્યે ખેચાય રહ્યા છે. કોરોના વાયરસની મહામારીના બીજા તબક્કાની શરૂઆતમાં અન્ય રોકાણ કરતા હેજફંડ, ગોલ્ડ તથા ઓર્નામેન્ટ તરફના રોકાણમાં નોંધપાત્ર વધારો થયો છે.
ભાવસપાટી વધતા તેની માઠી અસર આંતરરાષ્ટ્રીય ગોલ્ડ માર્કેટમાં થઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું આઠ વર્ષની ઊંચાઈ પર 1,795 ડૉલર સુધી પહોંચી ગયું છે. ગત વર્ષે જૂન મહિનામાં સોનું 33,500થી 34,000 રૂપિયા સુધીની રેન્જમાં રહ્યું હતું. જે આ વર્ષે વધીને 50,300 રૂપિયા સુધી પહોંચી ગયું છે. એક તરફ કોરોના વાયરસની મહામારી ઓછી થવાના બદલે વધતી જોવા મળી રહી છે. તેથી રોકાણકારો આર્થિક સુરક્ષાને ધ્યાને લઈને ગોલ્ડ તરફ વળ્યા છે. બીજી તરફ તેજી માટે વૈશ્વિક બેન્કના જાહેર થતા સ્ટીમ્યુલસ પેકેજ પણ જવાબદાર છે. નવા રોકાણકારો પણ બીજા કોઈ સાહસ કરવા કરતા ગોલ્ડને સુરક્ષિત માનીને સોનામાં રોકાણ કરી રહ્યા છે. આગામી દિવસોમાં હજું સોનામાં થતા રોકાણમાં નોંધપાત્ર વધારો થવાના એંધાણ છે. વિશ્વના અનેક દેશમાં સ્લોડાઉન, નબળા ગ્રોથના IMFના સંકેતના લીધે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનું વધીને 1830 ડૉલર સુધી પહોંચે એવી માન્યતાઓ સેવાય રહી છે.
જુલાઈ 1993થી જૂન 2001 સુધીના સમયગાળા માં સોનાની સ્થિતિ મજબૂત રહી હતી. સોનાનો ભાવ પ્રતિ ગ્રામ 400 રૂપિયા વધીને 2,600 રૂપિયા થયો હતો. જે 11 વર્ષનો 6.5 ટકાનો ચોખ્ખો વધારો રહ્યો હતો. જોકે, નવેમ્બર 2011થી મે 2019 સુધીમાં સોનામાં અનેક ઊતાર ચડાવ જોવા મળ્યા હતા. તેજીના પહેલાના ચક્રમાં જો કિંમત 7 ગણી વધી હોય તો વધારાના 20%નો વધારો એ શક્ય છે. તા. 31 ડિસેમ્બર 2018ના રોજ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામના 32,270 રૂ. રહ્યો હતો. વર્ષના છેલ્લા દિવસે પણ રૂ.256નો વધારો થયો હતો. જે ટકાવારીમાં 24%ની બરોબર રહ્યો હતો.
માર્કેટ નિષ્ણાંત અશોક ચોક્સી (જ્વેલર્સ) જણાવતા કહે છે કે, એવી પણ માન્યતા છે કે, સોનું આવનારા દિવસોમાં રૂપિયા 51000ની સપાટી કુદાવી દેશે. જે પાછળનું મુખ્ય કારણ સોનાની નહીવત કહી શકાય એટલી આયાત છે. રોકાણકારો અને ગ્રાહકોમાં સોનાની માગ વધતી જોવા મળી રહી છે. હવે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ડૉલરની ભાવ શું રહેશે એના પર બધો આધાર રહેલો છે. કોમોડિટી એનાલીસ્ટ સૌમિલ ગાંધી જણાવતા કહે છે કે, અત્યારે સોનામાં થઈ રહેલું રોકાણ સૌથી સલામત માનવામાં આવે છે. લાંબા સમયગાળા થી 1730-1770 ડોલરની રેન્જમાં કોન્સોલિડેટ થતું હતું જે કુદાવી 1800 ડોલર તરફ કૂચ કરી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news