આરોગ્યમંત્રી બોલ્યા: અમે કોંગ્રેસને બસ ડેપોએ બેસવા મંજુરી આપીશું, વતન જવા માંગતા લોકોના રૂપિયા ચૂકવો

આજે ગુજરાત સરકારે સૂરત થી ગુજરાતના ચાર જીલ્લાઓ માટે સરકારી બસ સેવાની મંજુરી આપવામાં આવી. આ બાબતે ખાનગી ન્યુઝ ચેનલ સાથે વાત કરતા કરતા આરોગ્ય…

આજે ગુજરાત સરકારે સૂરત થી ગુજરાતના ચાર જીલ્લાઓ માટે સરકારી બસ સેવાની મંજુરી આપવામાં આવી. આ બાબતે ખાનગી ન્યુઝ ચેનલ સાથે વાત કરતા કરતા આરોગ્ય મંત્રી કુમાર કાનાણી ઉત્સાહમાં ને ઉત્સાહમાં જે બોલી ગયા તેના કારણે તેઓ હાલમાં ટ્રોલ થઇ રહ્યા છે.

ખાનગી ન્યુઝ ચેનલ પર આપેલા ઈન્ટરવ્યું માં તેઓ કહે છે કે, અમે ચાર જીલ્લામાં બસ સેવા શરુ કરી તેનો ખર્ચો કોંગ્રેસ આપે. કારણકે તેઓ એ કહ્યું છે કે તેઓ મજુરો અને ગરીબોનું ભાડું ચૂકવશે. આ નિવેદન બાદ અમે કુમાર કાનાણી નો સંપર્ક કર્યો તો તેઓ જણાવે છે કે, કોંગ્રેસ વાળા એ કહ્યું છે કે તે લોકો સરકારી બસનો ખર્ચ આપવાનું કહ્યું છે, તો હવે એ બસ સ્ટેશન એ આવીને બેસી જાય અને હવે જેટલા યાત્રીઓ આવે તેમનો ખર્ચો ચૂકવવાનું શરુ કરી દે.”

કાનાણી ના આ નિવેદન બાબતે અમે સત્યતા તપાસતા બહાર આવ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે પરપ્રાંતીય ગરીબ અને મજુર વર્ગનું ભાડું ભોગવશે. પરંતુ આંતર જીલ્લાઓ ના પ્રવાસીઓના ભાડા બાબતે આ નિવેદનમાં કોઈ ઉલ્લેખ જણાયો નહોતો.

આ બાબતે કોંગ્રેસના કેટલાક નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે વાતચીતમાં જણવ્યું હતું કે,

ગુજરાત કોંગ્રેસના પ્રવક્તાએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું કે, કોંગ્રેસના ધારાસભ્ય સી જે ચાવડા એ સાડા ચાર લાખ રુપિયા સાથે મામલતદાર ને મળ્યા હતા એન પરપ્રાંતીય શ્રમિકો માટે આપવા ગયા હતા જે મામલતદાર એ લીધા નહી. બોટાદ ભાવનગરમાં પણ કલેકટર પાસે શ્રમિકોની યાદી માંગવામાં આવી છે પણ તેમણે હજી યાદી આપી નથી. કુમાર કાનાણી પોતાની જવાબદારીમાંથી છટકીને કોંગ્રેસ પર ઠીકરું ફોડી રહ્યા છે.

સુરતના વિપક્ષી નેતા પપ્પન તોગડિયાએ જવાબ આપતા જણાવ્યું કે, “અમને પરપ્રાંતીય લોકો માટે ભાડા ચુક્ક્વવાનું કહેવાયું છે પણ જરૂરીયાતમંદ ગરીબ પણ જો વતન જવા સહાય માંગશે તો આપીશું.”

સુરતમાં કોંગ્રેસ કોર્પોરેટર વિજય પાનશેરીયા કહે છે કે, “કોંગ્રેસ હંમેશા કપરા સમયમાં ગરીબ અને મધ્યમ વર્ગની સાથે જ રહી છે અને કોંગ્રેસ દ્વારા ટ્રેનના ભાડું ચુકવવાની શરૂઆત થી મંત્રીશ્રી અને ભાજપ સરકારના પેટમાં તેલ રેડાયું છે,
કોંગ્રેસે બસના ભાડા ચુકવવાની ત્યારી બતાવી જ છે, મંત્રીશ્રી નું સરકાર માં કઈ ઉપજતું નહિ અને આવા કપરા સમય માં પણ રાજકારણ કરવા નીકળ્યા છે.”

અન્ય એક મહિલા કોર્પોરેટર દક્ષા ભુવા જણાવે છે કે, “મંત્રીશ્રી એ સમજવું જોઈએ કે સરકાર તમારી છે, ઘણું ફંડ ભેગું કર્યું છે સરકારે, તો ભાડા બાબતે તમે જે કહો છો એ યોગ્ય નથી. આ તમને શોભતું નથી.”

કોંગ્રેસની વિદ્યાર્થી પાંખના નેતા મયંક ચૌહાણએ કહ્યું કે, “મંત્રીને અમારી ચેલેન્જ છે કે તમે અત્યારે સુધી કેટલા શ્રમિકોને પૈસા લઈને વતન મોકલ્યા તેની યાદી આપી અને અમને હજુ પણ વતન નથી ગયા તેવા શ્રમિકોની યાદી આપે અને અમે ભાડું નાં ચૂકવીએ તો અમને સવાલ કરે. કોંગ્રેસના કાર્યકરો પોતાના મહેનતના કમાયેલા રૂપિયાનું ફંડ ભેગું કરીને શ્રમિકોને આપશે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *