નવી દિલ્હી: છેલ્લા ઘણા દિવસોથી સોના-ચાંદીના ભાવમાં ભારે કડાકો બોલી રહ્યો છે. જેના કારણે સોની બજાર અને વાયદા બજારમાં સોનાનો ભાવ ગગડી રહ્યો છે. છેલ્લા 5 દિવસમાં સોનાના ભાવમાં રૂપિયા 450નો કડાકો બોલ્યો છે. આ દરમિયાન, વાયદા બજારમાં શુક્રવારે 6 ઓગસ્ટના રોજ સોનાનો ભાવો 0.26 ટકા સુધી ઘટ્યો હતો. ઉપરાંત, ગયા સોમવારે સોનાનો ભાવ 0.16 ટકા ગગડ્યો હતો અને તેની કિંમત રૂપિયા 47,926 પર પહોંચી ગઈ હતી.
જાણવા મળ્યું છે કે, સોનાની કિંમત સોમવારે પ્રતિ 10 ગ્રામ 47,926 રૂપિયા હતી. જેમાં શુક્રવારે 0.26 ટકાનો ઘટાડો થયો હતો. આ કડાકા સાથે શુક્રવારનો ભાવ 47,480 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. એટલે કે, માત્ર પાંચ દિવસમાં તોલાના ભાવમાં રૂપિયા 450નો કડાકો બોલી ગયો હતો. અહી ઉલ્લેખનીય છે કે, સોનાની વાયદા બજાર એટલે કે મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ શનિવારે એટલે કે અઠવાડિયાના છેલ્લા દિવસે બંધ રહે છે.
ગયા સોમવારે ચાંદીના ભાવમાં 0.3 ટકાનો કડાકો બોલ્યો હતો. પાંચ દિવસમાં આ કડાકા સાથે ચાંદીનો ભાવ 67,885 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી તૂટીને શુક્રવારે 66,720 રૂપિયા સુધી આવી ગયો હતો. આમ, આ રીતે જોતા એક અઠવાડિયાના પાંચ દિવસમાં ચાંદીમાં 11,000 રૂપિયાનો કડાકો બોલ્યો છે.
25 કરોડ ડૉલરના ક્વાડરિગા ઇગ્નિયો ફંડને સંભાળનાર ડિએગો પેરિલાનું કહેવું છે કે, આગામી સમયમાં સોનાના ભાવમાં વધારો થશે. આવતા 3-5 વર્ષની અંદર સોનાની કિંમત બે ગણી થઈ જશે. જાણવા મળ્યું છે કે, આ દરમિયાન સોનાની આંતરાષ્ટ્રીય બજારમાં કિંમત 3000-5000 ડૉલર સુધી પહોંચી શકે છે. ડિએગોના અનુમાનને ભારતના પરીપ્રેક્ષ્યમાં સમજીઓ તો આગામી પાંચ વર્ષમામાં સોનાનો ભોવ 10 ગ્રામે 90,000 રૂપિયાને પાર કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, જો તમે સોનાની શુદ્ધતા ચેક કરવા માંગતા હોવ તો આના માટે સરકાર દ્વારા એક એપ તૈયાર કરવામાં આવે છે જેનું અંગ્રેજી નામ ‘BIS Care app’ છે. આ એપની મદદથી તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો. આનાથી સોનાની શુદ્ધતા જ નહીં પરંતુ ફરિયાદ પણ કરી શો છો. જો સોનીનું લાયસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહક તાત્કાલિક તેના પર ફરિયાદ કરી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.