સોના ચાંદીના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા- જાણો વિગતે

બુધવારે વાયદામાં ચાંદી નવી ઊંચી સપાટીએ પહોંચી છે. એમસીએક્સ ખાતે ચાંદીએરૂ. ૬૨,૨૦૦ની નવી ઊંચાઈ બનાવી હતી. ૧૪ જાન્યુઆરી ૨૦૧૩એ ચાંદીએ રૂ.૫૯,૪૩૬ની સપાટી બતાવી હતી, જે કુદાવાઈ હતી. એમસીએકસમાં ચાંદી રૂ.૪,૫૭૯ વધી હતી. ડિસેમ્બર વાયદામાં ચાંદીનો ભાવ વધીનેરૂ. ૬૩,૪૫૦ ક્વોટ થયો હતો. અમદાવાદમાં ચાંદી એક જ દિવસમાં રૂ.૩,૭૦૦ ઊછળીને રૂ.૫૯,૦૦૦ની સપાટીએ પહોંચી છે. અમદાવાદમાં બિલમાં સોનું રૂ.૯૦૦ વધીને રૂ.૫૧,૯૦૦ની નવી ઊંચાઈએ બંધ રહ્યું હતું. જ્યારે રોકડામાં સોનું દસ ગ્રામના રૂ.૫૧,૪૦૦ બંધ રહ્યું હતું.

બુલિયન માર્કેટના વેપારીના મતે આટલો મોટો ઉછાળો પહેલીવાર જોવાયો છે. નોટબંધી પછી ચાંદીમાં રૂ.૭૨,૦૦૦ સુધીના ભાવ બોલાયા હતા પણ એ સૌદા ખાનગીમાં થયા હતા. અમેરિકા-ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોર અને વિશ્વવ્યાપી કોરોના મહામારીની અનિશ્ચિતતાઓ વચ્ચે બુધવારે સવારે આંતરરાષ્ટ્રીય બજારોમાં આવેલા ઉછાળાના પગલે ભારતમાં સોના અને ચાંદીની કિંમતોમાં ભડકો થયો હતો. ભારતમાં સોના અને ચાંદીની ફ્યૂચરમાં કિંમતો ઓલટાઇમ હાઇ સપાટી પર પહોંચી હતી. બજાર નિષ્ણાતોનું માનવું છે કે ચાંદીમાં હજી તેજીની સંભાવના છે અને ચાંદી ૭૫ હજાર પાર કરી શકે તેમ છે. એમસીએક્સમાં ચાંદી રૂ. ૪૮,૦૦૦થી રૂ.૫૦,૦૦૦ થતાં સટોડિયા મોટાપાયે વેચાણ કરીને બેઠા હતા. પાંચ જ દિવસમાં ચાંદીમાં એક ધારો રૂ.૧૦,૦૦૦નો સુધારો થતા સટોડિયાઓનું કરોડો રૂપિયાનું ધોવાણ થયું હોવાનું જાણવા મળે છે.

દિલ્હીમાં ચાંદી રૂ.૫,૧૯૩ વધીને રૂ. ૬૦,૦૪૩!!!

સોના અને ચાંદી જેવી કીમતી ધાતુઓમાં ચાલી રહેલી તેજી આજે પણ દિલ્હીના સોના અને ચાંદી બજારમાં આગળ વધી હતી અને બન્ને કીમતી ધાતુઓના ભાવો વધુ ઉછળ્યા હતા. સોનું (૯૯૯) ૨૪ કેરેટ ૧૦ ગ્રામ દીઠ રૂ. ૭૮૦ વધીને રૂ. ૫૦,૨૨૦, તેની સાથે સોનું (૯૯૫) ૨૩ કેરેટ ૧૦ ગ્રામ દીઠ રૂ.૭૭૭ વધીને રૂ. ૫૦,૦૧૯ તથા સોનું (૯૧૬) ૨૨ કેેરેટ ૧૦ ગ્રામ દીઠ રૂ.૭૧૫ વધીને રૂ. ૪૬,૦૦૨ બોલાયું હતું. જ્યારે ચાંદી (૯૯૯) એક કિલોએ રૂ.૫,૧૯૩ વધીને રૂ. ૬૦,૦૪૩ બોલાઇ હતી.

૧ વર્ષમાં સોનાની કિંમતમાં ઉછાળો…

જુલાઈ ૨૦૧૯ : ૩૫,૩૮૨

ડિસે. ૨૦૧૯ : ૩૮,૯૫૦

માર્ચ ૨૦૨૦ : ૪૩,૩૨૦

જુલાઈ ૨૦૨૦ : ૫૧,૯૦૦

માર્ચ ૨૦૨૦માં સોનાની કિંમત પ્રતિ ૧૦ ગ્રામ રૂપિયા ૩૮,૫૦૦ રહી હતી. તે હિસાબે એમસીએક્સ પર સોનાની કિંમતમાં ૩૦ ટકાનો ઉછાળો નોંધાયો છે. માર્ચમાં ચાંદીનો વાયદાનો ભાવ ૮૧ ટકા ઘટીને રૂપિયા ૩૩,૫૮૦ પ્રતિ કિલો પર ગગડી ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *