સોના ચાંદીનો ભાવ ઘટતા ઉત્સાહિત થયા ખરીદદારો- જાણો આજના 14 થી 24 કેરેટના નવીનતમ ભાવ

જો તમે સોનું અથવા સોનાના દાગીના(Gold jewelry) ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે મહત્વના સમાચાર છે. છેલ્લા 40 દિવસથી રશિયા અને યુક્રેન(Russia and Ukraine) વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારત સહિત વિશ્વભરના બુલિયન માર્કેટ(Bullion Market)માં અસ્થિરતાનો માહોલ છે અને સોના-ચાંદીના ભાવ(Gold-silver prices)માં હલચલ જોવા મળી રહી છે. એક મહિના કરતાં વધુ સમયથી ભારત સહિત વિશ્વભરના બુલિયન માર્કેટમાં સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા કારોબારી સપ્તાહમાં સોનાની સાથે ચાંદીમાં પણ નરમાઈ નોંધાઈ હતી.

છેલ્લા ટ્રેડિંગ સપ્તાહના પહેલા દિવસે 28 માર્ચે સોનું 51,653 રૂપિયાના સ્તરે હતું, જ્યારે કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે એટલે કે 1 એપ્રિલ, શુક્રવારે સોનું 51,484 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. આ રીતે છેલ્લા ટ્રેડિંગ સપ્તાહમાં સોનું 169 રૂપિયા સસ્તું થયું છે. સોમવાર, 28 માર્ચે ચાંદી 67,782 રૂપિયાના સ્તરે હતી, જે શુક્રવારે 66,889 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. આ રીતે પાછલા ટ્રેડિંગ સપ્તાહમાં ચાંદી 893 રૂપિયા સસ્તી થઈ છે.

ગુજરાતના મુખ્ય શહેરોમાં આજના 22 -24 કેરેટ સોના અને ચાંદીના ભાવ:
સુરતમાં આજે 22 કેરેટ સોનામાં 1 ગ્રામના ₹4,788, 8 ગ્રામનાં ₹38,304, 10 ગ્રામનાં ₹47,880, 100 ગ્રામનાં  4,78,800 રૂપિયા છે.
સુરતમાં આજે 24 કેરેટ સોનામાં  1 ગ્રામનાં ₹5,222, 8 ગ્રામનાં ₹41,776, 10 ગ્રામનાં ₹52,220, 100 ગ્રામનાં 5,22,200 રૂપિયા નોંધાયા છે.
સુરતમાં આજે ચાંદીના 1 ગ્રામના ₹66.60, 8 ગ્રામનાં ₹532.80, 10 ગ્રામનાં ₹ 666, 100 ગ્રામનાં ₹6,660, 1 કિલોનાં 66,600 રૂપિયા નોંધાયા છે.

અમદાવાદમાં આજે 22 કેરેટ સોનામાં 1 ગ્રામના ₹4,788, 8 ગ્રામનાં ₹38,304, 10 ગ્રામનાં ₹47,880, 100 ગ્રામનાં 4,78,800 રૂપિયા છે.
અમદાવાદમાં આજે 24 કેરેટ સોનામાં  1 ગ્રામનાં ₹5,222, 8 ગ્રામનાં ₹41,776, 10 ગ્રામનાં ₹52,220, 100 ગ્રામનાં 5,22,200 રૂપિયા નોંધાયા છે.
અમદાવાદમાં આજે ચાંદીના 1 ગ્રામના ₹66.60, 8 ગ્રામનાં ₹532.80, 10 ગ્રામનાં ₹ 666, 100 ગ્રામનાં ₹6,660, 1 કિલોનાં 66,600 રૂપિયા નોંધાયા છે.

વડોદરામાં આજે 22 કેરેટ સોનામાં 1 ગ્રામના ₹4,785, 8 ગ્રામનાં ₹38,280, 10 ગ્રામનાં ₹ 47,850, 100 ગ્રામનાં 4,78,500 રૂપિયા નોંધાયા છે.
વડોદરામાં આજે 24 કેરેટ સોનામાં 1 ગ્રામનાં ₹5,219, 8 ગ્રામનાં ₹41,752, 10 ગ્રામનાં ₹52,190, 100 ગ્રામનાં 5,21,900 રૂપિયા નોંધાયા છે.
વડોદરામાં આજે ચાંદીના 1 ગ્રામના ₹66.60, 8 ગ્રામનાં ₹532.80, 10 ગ્રામનાં ₹ 666, 100 ગ્રામનાં ₹6,660, 1 કિલોનાં 66,600 રૂપિયા નોંધાયા છે.

વાસ્તવમાં, આજથી એક નવું બિઝનેસ સપ્તાહ શરૂ થઈ રહ્યું છે. આજે નવા બિઝનેસ સપ્તાહનો પ્રથમ દિવસ છે. આ પહેલા બુલિયન માર્કેટમાં છેલ્લા કારોબારી સપ્તાહમાં સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ નજીવો વધારો જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં, આજે નવા ટ્રેડિંગ સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીની ચાલ કેવી રહે છે તેના પર સૌની નજર રહેશે.

14 થી 24 કેરેટ સોનાનો તાજેતરનો ભાવ:
શુક્રવારે 24 કેરેટ સોનું 154 રૂપિયા મોંઘુ થઈને 51,638 રૂપિયા થયું હતું. 23 કેરેટનું સોનું 153 રૂપિયા મોંઘુ થઈને 51,431 રૂપિયા થયું, 22 કેરેટનું સોનું 141 રૂપિયા મોંઘુ થઈને 47,300 રૂપિયા થયું, 18 કેરેટનું સોનું 116 રૂપિયા મોંઘુ થઈને 38,729 રૂપિયા થયું અને 14 કેરેટનું સોનું 90 રૂપિયા મોંઘુ થઈને 30,208 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું.

આ રીતે જાણો સોનાની શુદ્ધતા: 
જો તમારે હવે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો સરકાર દ્વારા આ માટે એક એપ બનાવવામાં આવી છે. BIS કેર એપ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા તમે માત્ર સોનાની શુદ્ધતા જ ચકાસી શકતા નથી, પરંતુ તેનાથી સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.

હોલમાર્ક જોયા પછી જ સોનું ખરીદો: 
તમને જણાવી દઈએ કે સોનું ખરીદતી વખતે તેની ગુણવત્તાનું ધ્યાન રાખવું જોઈએ. સોનાના દાગીના હોલમાર્ક જોઈને જ ખરીદવા જોઈએ. હોલમાર્કએ સોનાની સરકારી ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ ભારતમાં એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે. હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ, નિયમો અને વિનિયમો હેઠળ કાર્ય કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *