29 જાન્યુઆરી 2022ના રોજ એટલે કે શનિવારે 10 ગ્રામ સોનામાં 24 કેરેટ સોનું રૂ. 390 ઘટીને રૂ. 49,250 પર આવી ગયું છે. જ્યારે 22 કેરેટની કિંમતમાં 350 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે તે 45,150 રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ ગયો છે. જયારે છેલ્લા 10 દિવસમાં 22 કેરેટ સોનું 2,100 રૂપિયા પ્રતિ દસ ગ્રામ સસ્તું થયું છે. આજે એક કિલો ચાંદી(Silver)માં પ્રતિ કિલો 1200 રૂપિયાનો ઘટાડો થયો છે.
જે બાદ તેની કિંમત 62,000 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. જ્યારે છેલ્લા એક સપ્તાહમાં ચાંદીનો ભાવ(The price of silver) ઘટીને રૂ.3,400 પ્રતિ કિલો પર આવી ગયો છે. એક્સાઈઝ ડ્યુટી(Excise duty), રાજ્ય કર(State tax) અને મેકિંગ ચાર્જિસ(Making charges)ને કારણે સમગ્ર દેશમાં સોનાની કિંમત(The price of gold) બદલાય છે. તમને એ પણ જણાવી દઈએ કે આખરે દેશના અલગ-અલગ રાજ્યોમાં સોના-ચાંદીના ભાવ શું છે.
મહાનગરોમાં સોના અને ચાંદીના ભાવ:
દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમત 49,300 રૂપિયા છે, જ્યારે મુંબઈમાં તે 49,250 રૂપિયા છે. દિલ્હી અને મુંબઈમાં 22 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 45,150 રૂપિયા છે. ચેન્નાઈમાં શનિવારે 24 કેરેટ સોનાનો 10 ગ્રામ 49,630 રૂપિયામાં વેચાઈ રહ્યો છે, જ્યારે 22 કેરેટ સોનાનો 10 ગ્રામ 45,490 રૂપિયામાં વેચાઈ રહ્યો છે. ચેન્નાઈમાં આજે એક કિલો ચાંદીની કિંમત 66,300 રૂપિયા છે, જ્યારે દિલ્હી અને મુંબઈમાં આ ધાતુ 62,000 રૂપિયામાં વેચાઈ રહી છે. કોલકાતામાં ચાંદી રૂ. 62,000 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે, તેમજ હૈદરાબાદ અને બેંગલુરુમાં ધાતુ રૂ. 66,300 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.
ગુજરાતના મુખ્ય શહેરોમાં 22 કેરેટ -24 કેરેટ સોનાની અને ચાંદીની કિંમત:
વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવ:
દેશના વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. જ્યાં સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે સોનું 350 રૂપિયાથી વધુ સસ્તું થઈ ગયું છે. બીજી તરફ ચાંદીમાં પણ પ્રતિ કિલોગ્રામ રૂપિયા 800થી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. આ અઠવાડિયે વાયદા બજાર માત્ર ચાર દિવસ માટે ખુલ્યું હતું અને આ ચાર દિવસમાં સોનું લગભગ 700 રૂપિયા સસ્તુ થયું છે. શુક્રવારે બજાર બંધ થયું ત્યારે સોનાનો ભાવ 47,585 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો. બીજી તરફ ચાંદીની વાત કરવામાં આવે તો ચાર દિવસમાં આશરે રૂ. 3,800 પ્રતિ કિલોનો ઘટાડો જોવા મળ્યો છે. શુક્રવારે ચાંદી 61,034 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.