ચેન્નાઈ એરપોર્ટ પર શનિવારનાં સોનાની ચોરીનો એક મોટી ઘટના બહાર આવી હતી. એરપોર્ટનાં કસ્ટમ ખાતાનાં અધિકારીઓ દ્વારા તપાસમાં કુલ નવ મુસાફરો પાસે આશરે 4 કરોડ 16 લાખ રૂપિયાનું સોનું કબજે કરવામાં આવ્યું હતું. નવ મુસાફરોની ધરપકડ કરીને એમની પૂછપરછ કરે છે.
એક રિપોર્ટ મુજબ એરપોર્ટ કસ્ટમ અધિકારીઓ દ્વારા મુસાફરોની તપાસમાં નવ યાત્રીઓ પાસેથી સોનાનાં પેસ્ટનાં 48 બંડલ કબજે કરવામાં આવ્યા હતા. સોનાને પેસ્ટમાં બદલીને આ મુસાફરો દ્વારા તેના મળાશયમાં નાખી દેવામાં આવ્યું હતું. સ્કેનિંગમાં મુસાફરો પર શંકા ગયા પછી ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવતા સમગ્ર મામલાનો રાજ બહાર આવ્યો હતો. આ સંબંધમાં કુલ નવ મુસાફરોની ધરપકડ કરી છે.
આમાં 3.93 લાખ જેટલા રૂપિયાનું 7.72 kg સોનાની પેસ્ટ, 386 ગ્રામ એક સોનાની ચેન તેમજ 12 સોનાનાં કટ 74 ગ્રામ એમ મળીની ખુલ 4.16 કરોડ જેટલા રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. કુલ જપ્ત કરેલ સોનાની આંતરરાષ્ટ્રીય કિંમત 4.18 કરોડ જેટલા રૂપિયા કહેવામાં આવે છે. આ મુસાફરો પાસેથી કુલ 8.18 કિલોગ્રામ સોનું મળ્યું હતું. તો એક બીજા યાત્રી પાસેથી પણ સોનું કબજે કર્યું હતું.
Tamil Nadu: 9 passengers arrested after 48 bundles of gold paste, weighing 7.72 kgs worth Rs 3.93 crores was recovered from their rectum. 12 gold cut bits weighing 386 grams & 1 gold chain weighing 74 grams also recovered. Total 8.18 kgs of gold worth Rs 4.16 crores recovered. pic.twitter.com/2UesUkDZOL
— ANI (@ANI) January 23, 2021
ઓક્ટોબર 2020માં પણ ચેન્નાઈ કસ્ટમ એર ઇન્ટેલિજન્સ યુનિટનાં અધિકારીઓએ શહેરમાં આવનારા કુલ 14 જેટલા મુસાફરો પાસે 1.48 કરોડ જેટલા રૂપિયાથી વધારાનું 2.82 કિલોગ્રામ સોનું કબજે કર્યું હતું. નોંધનીય વાત એ છે કે, 30 સપ્ટેમ્બર 2020નાં દિવસે અમીરાત ફ્લાઇટ EK-544એ દુબઈથી આવનારા કુલ સાત મુસાફરોને સોનાની ચોરીની શંકામાં કસ્ટમ હૉલ બહાર રોકવામાં આવ્યા હતા. સતત પૂછપરછ કરતા એમણે તેની અંદર છૂપાયેલા સોનાનાં પેસ્ટનાં બંડલો લાવ્યા હોવા અંગેનું સ્વીકાર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle