સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક: મહીને 1,50,000થી વધારે પગાર, જાણો અન્ય વિગત

Sarkari Naukri: જો તમે પણ સરકારી નોકરી કરવા ઈચ્છો છો, તો અમે તમને એક એવી ભરતી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં તમે સિલેક્ટ થઈ જાઓ તો તમારું જીવન (Sarkari Naukri) સેટ થઈ જશે. દર મહિને તમને 47,600 રૂપિયાથી 1,51,100 રૂપિયા સુધીનો પગાર મળશે, પરંતુ એક શરત છે કે તમારી પાસે સંબંધિત વિષયની ડિગ્રી હોવી જોઈએ.

ઉમેદવારો માટે સુવર્ણ તક
તમને જણાવી દઈએ કે ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગમાં આ ભરતી બહાર પડી છે. વિભાગે TES ગ્રુપ B હેઠળ સબ ડિવિઝનલ એન્જિનિયર (SDE) ની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. જો તમે પણ આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગો છો, તો તમે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સની વેબસાઈટ dot.gov.in પર સંપૂર્ણ વિગતો તપાસી શકો છો. ધ્યાનમાં રાખો કે આ પદો માટે 26 ડિસેમ્બર સુધી જ અરજી કરી શકાશે.

કેટલી અને ક્યાં જગ્યાઓ ખાલી છે?
ટેલિકોમ્યુનિકેશન વિભાગમાં સબ ડિવિઝનલ એન્જિનિયરની કુલ 48 જગ્યાઓ માટે ખાલી જગ્યાઓ છે. તેમાંથી સૌથી વધુ 22 જગ્યાઓ નવી દિલ્હી માટે છે. અમદાવાદ, શિલોંગમાં 3, કોલકાતા અને મુંબઈમાં 4, જમ્મુ, મેરઠ, નાગપુર, શિમલામાં 2 જગ્યાઓ અને એર્નાકુલમ, ગંગટોક, ગુવાહાટી, સિકંદરાબાદમાં 1 જગ્યા પર ભરતી થવાની છે.

શૈક્ષિણક લાયકાત અને વય મર્યાદા
ટેલિકોમ્યુનિકેશન વિભાગમાં સબ ડિવિઝનલ એન્જિનિયરની જગ્યાઓ માટે અરજી કરવા માટે, ઉમેદવારો પાસે કોઈપણ માન્ય સંસ્થામાંથી ઈલેક્ટ્રિકલ, ઈલેક્ટ્રોનિક્સ, ટેલિકોમ્યુનિકેશન, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી આવશ્યક છે. અરજી કરવા માટેની મહત્તમ ઉંમર 56 વર્ષ છે.