શું તમે ક્યારેય ‘ગોલ્ડન કાચબા’ ને ઉડતા જોયા છે? જોઈ લો વિડીયો

દુનિયા ઘણી વિચિત્ર વસ્તુઓથી ભરેલી છે. ઘણી વખત કુદરતના અનોખા રંગો(Colors) અને કેટલાક પ્રાણીઓ(Animals) જોઈને આશ્ચર્ય થાય છે કે, આંખો જે જોઈ રહી છે, તે…

દુનિયા ઘણી વિચિત્ર વસ્તુઓથી ભરેલી છે. ઘણી વખત કુદરતના અનોખા રંગો(Colors) અને કેટલાક પ્રાણીઓ(Animals) જોઈને આશ્ચર્ય થાય છે કે, આંખો જે જોઈ રહી છે, તે ખરેખર સાચું કે નહિ? જો કે, વિશ્વમાં એવા લાખો પ્રાણીઓની પ્રજાતિઓ જોવા મળે છે, જેને જોઈને લોકો આશ્ચર્ય થઇ જાય છે. હાલમાં જ વાયરલ(Viral) થયેલો આ વીડિયો(Video) જોઈને તમે આનો અંદાજ લગાવી શકો છો. તેમજ સોશિયલ મીડિયા પર યુઝર્સ નાના કાચબા(Turtles) જેવા દેખાતા ભમરાને જોયા પછી પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક વ્યક્તિએ હાથમાં કીડાના આકારના ત્રણ જીવો ક્યારેક બેઠેલા અને ક્યારેક ઉડતા જોવા મળી રહ્યા છે. જ્યારે તેઓ બેસે છે, તો એવું લાગે છે કે જાણે કોઈએ તે વ્યક્તિના હાથ પર સોનાનો નાનો કાચબો બનાવ્યો હોય, પરંતુ તે જયારે ઉડે છે ત્યારે ખબર પડે છે કે તે ખરેખર સોનેરી ચમક ધરાવતા નાના જંતુઓ છે. આ જંતુને જોઈને સૌ કોઈ છેતરાઈ જશે. ભમરો પરિવાર ક્રાયસોમેલિડેના જંતુઓ, જે સામાન્ય રીતે લીફ બીટલ તરીકે ઓળખાય છે, જે અમેરિકામાં વધારે જોવા મળે છે.

સામાન્ય રીતે કાચબો દેખાવમાં ઘણો મોટો હોય છે, પરંતુ આ દિવસોમાં આવા ભમરાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે કાચબા જેવો જ દેખાય છે, પરંતુ તેનું કદ ઘણું નાનું છે. આ ભમરોનો રંગ ગોલ્ડન છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ મંત્રમુગ્ધ થઈ રહ્યા છે. આ વીડિયો અત્યાર સુધીમાં એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ આ વિડીયો દરેક લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે.

આ ગોલ્ડન કાચબો બીટલ ગોળાકાર અને ચપટી હોય છે. જેને ગોલ્ડબગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નાના જંતુનો રંગ તેની વૃદ્ધિ સાથે બદલાય છે. જ્યારે તેને સ્પર્શ કરવામાં આવે ત્યારે તેમનો રંગ બદલાય છે. યુનિવર્સિટી ઓફ ફ્લોરિડા અનુસાર, આ જંતુઓની આ અનોખી પ્રજાતિના ઈંડાને વિકસિત થવામાં લગભગ 40 દિવસનો સમય લાગે છે. આ સોનેરી કાચબો ભમરો પૂર્વ ઉત્તર અમેરિકા, પશ્ચિમથી આશરે આયોવા અને ટેક્સાસમાં વ્યાપકપણે જોવા મળે છે. તે ફ્લોરિડામાં જોવા મળતા કાચબાની ત્રણ પ્રજાતિઓમાંની એક છે. ઉત્તરીય રાજ્યોમાં સામાન્ય રીતે વાર્ષિક માત્ર એક જ પેઢી હોય છે. ન્યુ જર્સીમાં, તેઓ પ્રથમ મે અથવા જૂનમાં દેખાય છે અને પછી ઇંડા મૂકે છે. તેમની નવી વસ્તી જુલાઈમાં જોવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *