Gond Benefits: શિયાળામાં હેલ્ધી વસ્તુઓ ખૂબ જ ખાવામાં આવે છે. જેમાંથી એક છે જુદા-જુદા સ્વાસ્થ્યવર્ધક વસાણા. આ વસાણામાં ખાસ કરીને ગુંદરને (Gond Benefits) નાખવામાં આવે છે. આ ગુંદર આપણાં શરીર અને સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભકારી હોય છે. તેના સ્વાસ્થ્ય ફાયદાઓ વિશે ઘણાં લોકોને ખબર હોતી નથી. જેથી આજે અમે તમને શિયાળામાં ગુંદરનું સેવન કરવાના અદભૂત ફાયદાઓ જણાવીશું.
ઔષધીય ગુણોથી ભરપૂર છે ગુંદર
કોઈ ઝાડના થડમાંથી રસ કે સ્રાવ નીકળે છે. જે સૂકાઈને ભૂખરો અને કડક થઈ જાય છે. તેને ગુંદર કહેવામાં આવે છે. ગુંદર શીતળ અને પૌષ્ટિક હોય છે અને ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. ખાસ કરીને બાવળનો ગુંદર વધુ ઉપયોગમાં લેવામાં આવે છે.
ગુંદ ખાવાના ફાયદાઓ
જો તમે ઇમ્યૂનિટી સિસ્ટમ મજબૂત કરવા ઇચ્છો છો તો શિયાળામાં દરરોજ 1-2 લાડુનું સેવન દૂધની સાથે કરવું જોઇએ.
ગુંદર વજન ઓછું કરવામાં મદદ કરે છે. આ શરીરમાં રહેલો ફેટ ઓછો કરે છે. જો મહિલાઓ ગુંદરનું સેવન રોજ કરે તો વજન ઘટાડવામાં મદદ મળે છે.
ગુંદરનું સેવન શરીરમાં કેન્સર સેલ્સને ખતમ કરવામમાં મદદ કરે છે અને કેન્સર સામે રક્ષણ કરે છે.
ગુંદર ખાવાથી કે તેમાંથી બનેલી ચીજોનું સેવન કરવાથી હૃદયરોગનો ખતરો ઘટી જાય છે અને માંસપેશીઓ મજબૂત બને છે.
ગુંદરના લાડુ સ્તનપાન કરાવતી મહિલાઓને ખવડાવામાં આવે છે. તેનાથી બ્રેસ્ટ મિલ્કમાં વૃદ્ધિ થાય છે અને ગુંદરમાં રહેલાં બીજા તત્વોને કારણે શરીરને પૌષ્ટિક તત્વો મળે છે.
ગર્ભવતી સ્ત્રીઓ માટે ગુંદર ફાયદાકારક માનવામાં આવે છે. તે કરોડરજ્જુના હાડકાને મજબૂત બનાવવામાં મદદરૂપ બને છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App