ગોંડલમાં મુથુટ ફાઇનાન્સના બ્રાન્ચ મેનેજરે ઝેરી દવા ગટગટાવી કર્યો આપઘાત- સ્યુસાઇડ નોટમાં કર્યો મોટો ધડાકો

Suicide in Gondal: ગુજરાતમાં આપઘાતની ઘટનામાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. ત્યારે હવે રાજકોટ (Rajkot)ના ગોંડલ (Gondal) કોટડા સાંગાણી રોડ (Kotda Sangani Road) પર આવેલ રોયલ પાર્કમાં રહેતા યુવકે ઝેરી દવા ગટગટાવી લીધી હતી અને ત્યારબાદ તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ. યુવક ત્રણ ખુણીયા પાસે આવેલ મુથુટ ફાઇનાન્સ (Muthoot Finance) બ્રાન્ચમાં મેનેજરની ફરજ બજાવી રહ્યો હતો.

મળતી માહિતી અનુસાર ગોંડલ મુથુટ ફાઇનાન્સના બ્રાન્ચ મેનેજર હરેન જગદીશભાઈ જાની ગયા સોમવારના રોજ સાંજે ખાંડાધાર ગામ પાસે પોતાની કારમાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી અને હરેન દ્વારા 108 એમ્બ્યુલન્સમાં ફોન કરી એમ્બ્યુલન્સ પણ બોલાવવામાં આવી હતી અને ત્યારબાદ એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચીને ગાડીમાંથી હરેન જાનીને બહાર કાઢવામાં આવ્યો હતો અને સારવાર માટે ગોંડલ સુખવાલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

જ્યાં ગઈ મોડી સાંજે સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું હતું. યુવકે સુસાઇડ નોટ પણ લખી હતી સુસાઇડ નોટ આધારીત ગોંડલ તાલુકા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. 108 એમ્બ્યુલન્સના ચાલક પ્રતાપભાઈ વાળા અને EMT કાનજી ચોસાએ હરેન જાની નજીક રહેલ બેગ મોબાઈલ અને ગાડીની ચાવી હરેનના પરિવારજનોને સોંપવામાં આવી હતી.

મહત્વનું છે કે, મૃતક પરિવારમાં એકના એક પુત્ર હતા. પરિણીત હતા અને સંતાનમાં પાંચ વર્ષનો પુત્ર હોવાનું પણ જાણવા મળ્યું હતું. આધારસ્તભ સમા એકના એક પુત્રના અકાળ મૃત્યુને લઈ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર હરેશભાઈએ સ્યુસાઇડ નોટ લખી હતી. જેમા મૃત્યુના જવાબદાર પોતે જ હોવાનુ લખ્યું છે. કોઈ સ્પષ્ટ કારણ દર્શાવવામાં આવ્યું નથી, બીજી તરફ મુથુટ ફાઇનાન્સના મેનેજરની આપઘાતને પગલે શહેરમાં અનેક ચર્ચાઓ થઈ રહી છે.

સટ્ટાની પઠાણી ઉઘરાણીને લઈને ફાઇનાન્સના સોનાનો બાહુબલીઓ દ્વારા પગપેસારો કરવામાં આવ્યું હોવાનું ખુલ્લેઆમ ચર્ચાઇ રહ્યું છે. પોલીસ દ્વારા જો ઉંડી તપાસ કરવામાં આવે તો અનેક મહત્વની વિગતો બહાર આવે તેવી શક્યતાઓ છે. તાલુકા પોલીસ દ્વારા હાલમાં તો પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *