10 પાસ માટે સરકારી નોકરીની સારી તક : 19,900 થી શરૂ થશે પગાર

ભારતીય પોસ્ટ વિભાગે સરકારી નોકરી માટે સારી તક આપી રહી છે. જો તમને પણ સરકારી નોકરીની શોધ છે તો આ તક તમારા માટે જ છે. ભારતીય પોસ્ટ વિભાગમાં દસમી પાસ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. ધોરણ-10 પાસ માટે ઈન્ડિયન પોસ્ટલ ડિપાર્ટમેન્ટમાં સ્ટાફ કાર ડ્રાઇવરનાં પદો માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ઈચ્છુક ઉમેદવાર પોસ્ટ દ્વારા 13મી નવેમ્બર સુધીમાં અરજી કરી શકે છે. કુલ 10 પદો માટે ભરતી કાઢવામાં આવી છે.

પોસ્ટ વિભાગે બહાર પાડેલ પદ અંગેની માહિતી પદ :

સ્ટાફ ડ્રાઇવર કુલ જગ્યા : 10 (જનરલ કેટેગરી માટે 5 છે)

યોગ્યતા : ધોરણ-10 પાસ હોવી જરૂરી

અન્ય જરૂરી બાબત : વ્યક્તિ પાસે હળવા અને ભારે વાહન ચલાવવાનું પ્રમાણિત લાઇસન્સ હોવું જોઇએ. આ સિવાય મોટર મિકેનિઝમની માહિતી હોવાની સાથે ઓછામાં-ઓછો 3 વર્ષનો અનુભવ હોવો ઈચ્છનીય છે.

વય મર્યાદા : વ્યક્તિની ઓછામાં ઓછી ઉંમર 18 જ્યારે વધુમાં વધુ ઉંમર 27 વર્ષ હોવી જોઇએ. એસસી/એસટી ઉમેદવારોને 5 વર્ષ જ્યારે ઓબીસી ઉમેદવારોને ત્રણ વર્ષની છૂટ આપવામાં આવશે.

પગાર ધોરણ : 19,900 પગાર આપવામાં આવશે.

અરજી અંગેની વિગત : આ સિવાય અરજી કરવા માટે 100 રૂપિયા આપવાના રહેશે. અરજીન્ની ચૂકવણી ઈન્ડીયન પોસ્ટલ ઓર્ડર દ્વારા કરવાની રહેશે.

પસંદગી પ્રક્રિયા : યોગ્ય ઉમેદવારોની પસંદગી તેનાં શૈક્ષણિક કાગળિયાં સિવાય ડ્રાઇવિંગ ટેસ્ટમાં પ્રદર્ષનના આધારે કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *