ગૃહીણીઓ જુમી ઉઠશે! ખાદ્યતેલના ભાવમાં થયો મોટો ઘટાડો- જાણી લો એક ડબ્બાનો નવો ભાવ

Edible oil prices dropped in gujarat: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખાદ્યતેલનાં ભાવ આસમાને આંબી રહ્યા છે, જેને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે.ત્યારે રાજ્યમાં ગૃહિણીઓ માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે.રાજ્યમાં ખાદ્ય તેલના ભાવમાં ઘરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે.સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

સિંગતેલ, કપાસિયા તેલના ભાવમાં ઘટાડો
મળતી માહિતી અનુસાર, સિંગતેલના ભાવમાં છેલ્લા ઘણા સમયથી સતત વધારો જોવા ,મળી રહ્યો હતો પરંતુ તેજ ગતિ થતાં વધારા વચ્ચે થોડા રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. સિંગતેલના ભાવમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. સિંગતેલના ભાવમાં ડબ્બાએ રૂ.80 નો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સાથે જ કપાસિયા તેલના ભાવમાં ડબ્બાએ રૂ.20 નો ઘટાડો થયો છે. આ ઘટાડા સાથે સિંગતેલના ડબ્બાના ભાવ 2820 રૂપિયા થયા તો કપાસિયા તેલના ડબ્બાના ભાવ 1500 રૂપિયા થયા છે.

આ ભાવમાં ઘટાડા પાછળનું કારણ શું છે?
આ વખતે વરસાદ સારો પડ્યો છે અને સૌરાષ્ટ્રમાં મગફળીનો પાક સારી માત્રામાં થયો હતો. હવે માર્કેટિંગ યાર્ડમાં આ પાકની આવક શરૂ થઈ ગઈ છે અને તેનો સીધી અસર સીંગતેલના ભાવમાં પડી રહી છે. સાથે જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે દિવાળી સુધી ખાદ્ય તેલની કિંમતમાં આવો ઘટાડો જોવા મળતો રહેશે. એટલે કે દિવાળી પર ગૃહિણીઓને નાસ્તા બનાવવામાં રાહત મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *