હાય રે મોંઘવારી… હાય હાય… ડ્રાયફ્રુટ કરતા પણ મોંઘા થયા ફાફડા જલેબી- એક કિલોનો ભાવ સાંભળીને આંખે મોતિયા મરી જશે

Fafda jalebi price increase in Surat: નવલાં નોરતાં પૂરા થયા પછી દશેરાની વહેલી સવાર દરેક ગુજરાતીઓ માટે ખૂબ ખાસ હોય છે. આજે દશેરાની જાહેર રજા એવામાં ઓફિસ પર જવાની ઝંઝટ કે બાળકોને શાળાએ લેવા-મુકવા જવાના ટેન્શનમાંથી મુક્ત થઈને ગુજરાતીઓ મન મૂકીને ફાફડા-જલેબી ખાવાની મોજ માનશે. પણ આ ફાફડા અને જલેબીનો સ્વાદ સુરતવાસીઓ માટે ખુબ મોંઘો રહેવાનો છે.

ડ્રાયફ્રુટ કરતા ફાફડા જલેબી મોંઘા થયા
આજે વિજયાદશમી પાવન પર્વ પર આ વખતે ફાફડા જલેબીના ભાવ આસમાને પહોંચી ચુક્યા છે. સામાન્ય રીતે દશેરાના દિવસે કરોડો રૂપિયાના ફાફડા અને જલેબી સુરતવાસીઓ આરોગી જાય છે, પણ આ વખતે ખાદ્ય તેલ, બેસનના ભાવ સહિત વિવિધ કારણોના લીધે ભાવ આસમાને પંહોચ્યાં છે. હા, એવું પણ કહી શકાય કે આજે ડ્રાયફ્રુટ કરતા પણ ફાફડા જલેબી પણ મોંઘા થઈ ગયા છે.

ફાફડા-જલેબીની કિંમત 400થી લઇને 580 રૂપિયા સુધી પંહોચી
આજના દિવસે સુરતમાં 1 હજારથી વધુ દુકાનો-સ્ટોલમાં ફાફડા-જલેબીનું વેચાણ થઈ રહ્યું છે. એવામાં જો તમે પણ આજે ફાફડા-જલેબી ખાવાનું વિચારી રહ્યા છો તો બજારમાં ખરીદવા જાવ એ સમયે ખીસ્સું ભરેલ રાખજો. કારણ કે લગભગ દરેક દુકાનો કે સ્ટોલમાં ફાફડા-જલેબીનો ભાવ પ્રતિ કિલોએ 400થી લઇને 580 રૂપિયા સુધી પંહોચી ગયો છે.

દશેરાના દિવસે ફાફડા-જલેબીની જયાફત માણે છે સુરતીઓ
હવે જો આપણે ફાફડાના ભાવની વાત કરીએ પ્રતિ કિલોએ 400 રૂપિયા સુધી ભાવ પંહોચ્યો છે અને શુદ્ધ ઘીની જલેબીના ભાવ 580 રૂપિયાથી પણ વધુ છે. એમ છતાં સુરતના લોકો દશેરાના દિવસે ફાફડા-જલેબીની જયાફત માણતા દેખાઈ રહ્યા છે. ઉપરાંત વેપારીઓનું માનવું છે કે આજના દિવસે માત્ર સુરતમાં જ 7 થી 10 લાખ કિલો ફાફડા-જલેબીનું વેચાણ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *