Gujarat Farmers: કડાણા ડેમમાંથી વણાકબોરી ડેમમાં પાંચ હજાર કયુસેક પાણી છોડાવવાનું બંધ કરી દેવાયું હતું. ત્યારે ખેડૂતોને મહામુલા ડાંગર પાક(Gujarat Farmers) બચાવવા સિંચાઇ વિભાગ માટે ચિંતાનો વિષય બની ગયો હતો. આખરે આણંદ ખેડા જિલ્લા સિંચાઇ વિભાગે રાજ્ય સરકારને નર્મદા કેનાલમાંથી પાણી છોડવા દરખાસ્ત રજૂ કરાઇ હતી.
3500 ક્યુસેક નર્મદા કેનાલમાંથી પાણી છોડયું
રાજ્ય સરકારે મંજૂરી આપતાં ચરોતરની મહિ કેનાલોમાં 3500 ક્યુસેક નર્મદા કેનાલમાંથી પાણી છોડાઈ રહ્યું છે. જો કે ખંભાત- તારાપુર અને માતર સહિતના છેવાડાના ગામોમાં પાણી પહોંચશે કે કેમ તે સવાલઇ છે. દરવર્ષે ચોમાસુ સિઝનમાં ચરોતરની લોકમાતા મહી કેનાલોમાં 5 હજારથી વધુ ક્યુસેક પાણી છોડાય છે. ત્યારે ચાલુ વર્ષે વરસાદ ઓછો હોવાથી કડાણા ડેમમાં પાણીનું લેવલ 30 ટકા એ અટકી ગયું હતું. જેથી સમગ્ર વિસ્તારમાં પીવાના પાણીની તંગી સર્જાઇ નહીં તે માટે સિંચાઇ વિભાગે પાણી સંગ્રહી કરીને વણાકબોરી ડેમમાંથી 5 હજાર ક્યુસેક પાણી છોડવાનું બંધ કરી દેવાયું હતું.
રાજ્ય સરકાર તરફથી મળી મંજૂરી
જેના પગલે રવિવારે સિંચાઇ વિભાગે મીટીંગ યોજીને રાજ્ય સરકારને દરખાસ્ત કરવાનો નિર્ણય કર્યો હતો. રાજ્ય સરકારને દરખાસ્ત મોકલાતાં સોમવારે મંજૂરી મળતાં ઠાસરા પાસેથી પસાર નર્મદાની કેનાલમાંથી મહિ કેનાલમાં 3500 કયુસેક પાણી છોડાઈ રહ્યું છે.
ચોમાસુ પાકની રોપણી પુરતા પ્રમાણે થઇ નથી
આણંદ જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદ ઓછો હોવા છતાં ડાંગરનું વાવેતર 1.3 લાખ હેક્ટરમાં થયું છે. જ્યારે હજુ પણ ખેતરોમાં 3300 હેક્ટરમાં ધરૂવાડિયા તૈયાર છે. પરંતુ આણંદ, ઉમરેઠ પંથકમાં વરસાદના અભાવે ડાંગર સહિતના ચોમાસુ પાકની રોપણી પુરતા પ્રમાણે થઇ નથી.
જ્યારે દર વર્ષે તો કેનાલોમાં ઓગસ્ટ માસ સુધી સિંચાઇનું પાણી આપવામાં આવતું હતું. આ વખતે ઉપરવાસમાં વરસાદ ઓછો હોવાથી કડાણા અને વણાકબોરી ડેમમાં પાણીનો જથ્થો ઓછો સંગ્રહિત થયો છે. જેના કારણે હાલ પરિએજ, કનેલાવ તળાવ ભરવા માટે પાણી છોડવામાં આવી રહ્યું છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App