GPSC Exam: વર્ષ 2023માં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન-GPSC દ્વારા જાહેરાત ક્રમાંક 42 આપી તેમાં ડેપ્યુટી સેકશન ઓફિસર-DySO અને નાયબ મામલતદાર વર્ગ-3ની 127 જગ્યાઓની જાહેરાત માટેની અરજીઓ મંગાવી હતી. જેની પ્રાથમિક પરીક્ષાના પરિણામમાં GPSCએ(GPSC Exam) પાછળથી ઉમેરવા પડેલા ઉમેદવારો સાથે અન્યાય કરતાં તેઓ ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યા હતા અને હાઇકોર્ટે GPSCને નવી તારીખ જાહેર કરી,
ઉમેરાયેલા ઉમેદવારોને 6 અઠવાડિયાનો સમય મળે તેવો આદેશ કર્યો છે.ત્યારે આ તરફ આગામી 28 થી 31 ઓગસ્ટ દરમિયાન નાયબ મામલતદાર અને નાયબ સેક્શન અધિકારીની ભરતી માટે મુખ્ય પરિક્ષા યોજાશે. જેમાં ગુજરાતી ભાષા, અંગ્રેજી ભાષા તથા સામાન્ય અભ્યાસ 1 અને સામાન્ય અભ્યાસ 2 એમ કુલ ચાર પેપરની પરિક્ષા યોજાશે.
28થી 31 ઓગસ્ટ દરમિયાન યોજાશે પરીક્ષા
આ અંગે ગુજરાત હાઇકોર્ટે ચુકાદામાં નોંધીને જીપીએસસીને નિર્દેશ આપ્યો છે કે જીપીએસસી દ્વારા કામચલાઉ પરિણામ 08/07/204 ના રોજ પ્રકાશિત કરાયું હતું. નવા ઉમેરાયેલા ઉમેદવારોને મુખ્ય પરીક્ષાની તૈયારી કરવા માત્ર 2 અઠવાડિયાનો સમય અપાયો છે કારણ કે તેઓ અયોગ્ય જાહેર કરાયા હતા. જ્યારે અન્ય પાત્ર ઉમેદવારોને તૈયારી માટે 16 અઠવાડિયાનો સમય મળ્યો છે. જો કે આ કારણસર મુખ્ય પરીક્ષામાં વધુ વિલંબ થઈ શકે નહીં.તેમજ નાયબ મામલતદાર અને નાયબ સેક્શન અધિકારીની ભરતી માટેની તારીખ જાહેર થઇ ચુકી છે. 28થી 31 ઓગસ્ટ દરમિયાન આ પરીક્ષા યોજાશે.
અગાઉ 107 સવાલો રદ કરાયા હતા
નોંધનીય છે કે, અગાઉ જીપીએસસી 20 જેટલી પરીક્ષામાં વિકલ્પ બદલવાના તેમજ પ્રશ્નો રદ કરવાના કુલ 280 સુધારા કરી ચૂકી છે. તે પૈકી 107 સવાલો રદ કરાયા હતા અને 173 વિકલ્પો ફાઇનલ આન્સર કીમાં બદલવામાં આવ્યા હતા. આ પૈકી સૌથી વધુ ભૂલો કરાઈ હોય એવી પરીક્ષામાં જીપીએસસી દ્વારા જાહેર કરાયેલા જાહેરાત ક્રમાંક 47/2023-24ની ફાઇનલ આન્સર કીમાં સુધારો કરાયો હતો.
આ રીતે ઉમેદવારોએ આપવી પડશે પરીક્ષા
ગુજરાતી ભાષા, અંગ્રેજી ભાષા તથા સામાન્ય અભ્યાસ 1 અને સામાન્ય અભ્યાસ 2 એમ કુલ ચાર પેપરની પરિક્ષા યોજવવામાં આવશે. જેમાં પ્રિલીમ પરિક્ષામાં ઉત્તિર્ણ થનાર ઉમેદવારો આ મુખ્ય પરીક્ષા આપી શકશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App