હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. આ મહામારીને કારણે લાખો લોકોનાં મોત પણ થઈ ચુક્યા છે. હાલમાં આ મહામારીને લઈને એક સમાચાર સામે આવી રહ્યાં છે.દુનિયાની સૌથી મોટી કુલ 2 ટેક કંપનીઓ ગૂગલ તેમજ એપલ દ્વારા કોવિડ-19 મહામારીની માટે નવી સિસ્ટમ્સની જાહેરાત કરવામાં આવી છે.
આ સિસ્ટમનું નામ ‘એક્સપોઝર નોટિફિકેશન એક્સપ્રેસ’ રાખવામાં આવ્યું છે. આ સિસ્ટમ પબ્લિક હેલ્થ ઓથોરિટીઝને એપ્લિકેશન વગર કોન્ટેક્ટને ટ્રેસ કરવામાં મદદ કરવાં માટે સ્માર્ટફોનનો ઉપયોગ કરવાં માટે સક્ષમ પણ બનાવવામાં આવશે.
એક્સપોઝર નોટિફિકેશન એક્સપ્રેસની આ નવી સિસ્ટમ પબ્લિક હેલ્થ ઓફિસર્સે એપલ તથા ગૂગલ માટે એક નાની કન્ફિગરેશન ફાઇલ સબમિટ કરવાની પરવાનગી આપવામાં આવશે. ત્યારપછી બંને ટેક કંપનીઓ સિસ્ટમ સેટ કરવાં માટે ફાઇલનો ઉપયોગ કરવામાં આવશે.
જેને કારણે મોબાઈલનાં માલિકને કોરોના પોઝિટિવ વ્યક્તિની પાસે હશે તો એ અંગેની જાણ થઈ થશે.આઇફોનની ઘટનામાં iOS ઓપરેટિંગ સિસ્ટમની નવી અપડેટ યુઝર્સને એની વિશે અલર્ટ કરશે કે શું સ્થાનિક આરોગ્ય અધિકારીની પાસે એક્સ્પોઝર નોટિફિકેશન સિસ્ટમ ઉપલબ્ધ છે કે નહીં તથા યુઝર્સને નવી કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા વગર જ એને સેટ કરવાંની પરવાનગી આપે છે.
એન્ડ્રોઇડ ડિવાઇસ પર યુઝર્સને ફોનની ઓપરેટિંગ સિસ્ટમમાંથી એક સંકેત મળશે. આમ છતાં પણ યુઝ્સે ઓટોમેટિકલી જનરેટેડ એપને ડાઉનલોડ કરવાની રહેશે.ગૂગલ તથા એપલ બંને કંપનીએ જણાવતાં કહ્યું હતું, કે પ્રથમ મેરીલેન્ડ, નેવાડા, વર્જિનિયા તેમજ વોશિંગ્ટન DCમાં નવી સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે.
બંને કંપનીએ પબ્લિક હેલ્થ ઓફિસર્સને એવી એપ્લિકેશન બનાવવાં માટે સક્ષમ બનાવ્યા હતાં. જે આઇફોન તેમજ એન્ડ્રોઇડ ડિવાઇસને પોઝિટિવ ટેસ્ટ આવનાર વ્યક્તિથી તે કેટલો પાસે છે એ જાણવાં માટે બ્લૂટૂથ સિગ્નલનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવશે.
અમેરિકામાં આવેલ કુલ 6 રાજ્યો તથા અંદાજે કુલ 24 દેશોએ હાલનાં સપ્તાહમાં જ કોઈ મોટા પડકારો વિના એપલ-ગૂગલ ટેક્નોલોજી પર આધારિત એક એક્સપોઝર નોટિફિકેશન એપ્લિકેશનની શરૂઆત કરવામાં આવી છે. બોર્ડર પાર ટ્રેકિંગની માટે એપ્લિકેશનોને પરવાનગી આપવાથી એપ્લિકેશન એકબીજાની સાથે ખુબ જ ઝડપથી અનુકૂળતા સાધી લે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews