ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવી એ પોતાના દીકરા આરુષ એ ગાયેલુ ‘ગુજરાતી છું ગુજરાતી રહીશ’ રેપ સોંગ કદાચ આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલીયા ને પસંદ ના આવતા પોતાની રાજનૈતિક અદાવતની દાઝ ટ્વિટરના માધ્યમથી ઠાલવી હતી પરંતુ એક વિવાદ છેડાઈ ગયો છે.
Can’t be more proud..
My Son Aarush’s rap is true in every way.
ગુજરાતી છું .. ગુજરાતી રહીશ pic.twitter.com/9fQtaDTSxT— Harsh Sanghavi (@sanghaviharsh) March 16, 2022
ગોપાલ ઇટાલીયા એ પારિવારિક ટાર્ગેટ કરીને હર્ષ સંઘવી ના દીકરાને ન કહેવાનું કહી દેતા ખુદ ગોપાલ ઇટાલીયા ના સમર્થકો પણ આ વાતને વખોડી રહ્યા છે. રાજનીતિમાં પરિવારને વચ્ચે ન લાવવો જોઈએ તેવી સલાહ ખુદ ગોપાલ ઇટાલીયા ના સમર્થકો આપી રહ્યા છે.
ગોપાલ ઇટાલીયા ટ્વિટ કરતાં લખ્યું છે કે “હેલો બેટા!! તું અમેરિકા જઈશ, થેપલા ખાઈ, દુનિયાની સારી સારી હોટલમાં જઈશ એ બધું તો ઠીક છે પણ ગુજરાતની સરકારી શાળામાં ભણીશ કે નહિ?? સરકારી નોકરીની લાઈનમાં લાગીશ કે નહીં? આવકના કે જાતિના દાખલા કઢાવવા સરકારી કચેરીના ધક્કા ખાઈશ કે નહિ?? કે પછી બાપા મંત્રી છે એટલે આમ જ મોજ કરીશ??”
હેલો બેટા!!
તું અમેરિકા જઈશ, થેપલા ખાઈ, દુનિયાની સારી સારી હોટલમાં જઈશ એ બધું તો ઠીક છે પણ ગુજરાતની સરકારી શાળામાં ભણીશ કે નહિ??
સરકારી નોકરીની લાઈનમાં લાગીશ કે નહીં?
આવકના કે જાતિના દાખલા કઢાવવા સરકારી કચેરીના ધક્કા ખાઈશ કે નહિ??
કે પછી બાપા મંત્રી છે એટલે આમ જ મોજ કરીશ??
— Gopal Italia (@Gopal_Italia) March 17, 2022
ગોપાલ ઇટાલીયા એક રાજનેતાના દીકરા અને પરીવાર ને વચ્ચે લાવીને જે ટ્રોલિંગ કર્યું છે તે જોતા લાગી રહ્યું છે કે તેમની માનસિક વિકલાંગતા પોતાનું બેકગ્રાઉન્ડ ભૂલી ગઈ છે. થોડા દિવસ અગાઉ ગોપાલ ઇટાલીયા ના તરછોડી દીધેલા પિતા નો વિડીયો વાયરલ થયેલો છે, જેમાં તેના પિતા વૃદ્ધાવસ્થામાં ભીખ માંગીને જીવી રહ્યા છે અને બોટાદ ની શેરીઓમાં ભટકી રહ્યા છે. તેના પિતા નો દાવો છે કે ગોપાલ ઇટાલીયાએ તેને તરછોડી દીધા છે અને ગુજરાત સુધારવાની વાત કરતો મારો છોકરો તેના બાપને સંભાળે તો પણ બહુ છે.
ખૂબ જ દુઃખદ
આમ આદમી પાર્ટી ના પ્રદેશ ના નેતા એ એના પિતાજી ને ઘરે થી કાઢી મુકી રસ્તા પર ભીખ માંગવા મજબુર કર્યા આ વીડિયો માં દેખાતા વૃદ્ધ આપ ના પ્રદેશના નેતા ગોપાલ ના પિતાજી છે એવું કહી રહ્યા છે જે પ્રદેશનો નેતા તેના પિતાજી ને સાચવી નથી શકતો @Gopal_Italia pic.twitter.com/IZ81yqqj8d— Yash Ghoghari (@YashGhoghari2) March 18, 2022
સ્વચ્છ અને સારી રાજનીતિ કરવાની વાતો કરવાવાળા ગોપાલ ઇટાલીયા પોતે આટલી જ માનસિકતા સાથે કોઈ ના પરિવાર ને રાજનીતિ માટે લાવે તે એક સારા રાજનેતા નું નિશાન નથી. ઉલ્લેખનીય છે કે ગોપાલ ઇટાલીયા ના પિતા ગોરધનભાઈ ઇટાલીયા બોટાદના ભાંભણ ગામના વતની છે. તેઓને ગોપાલ ઇટાલીયા પરિવારે તરછોડી દીધા હોવાનું બહાર આવ્યું છે. પારિવારિક કારણોસર ઇટાલીયા નો પરિવાર ટીંબી ખાતે રહેવા ચાલ્યો ગયો હતો અને ત્યારબાદ તેના પિતા ગોરધનભાઈ ભિક્ષુક બની ગયા હતા. કદાચ આ અહેવાલ બાદ ગોપાલ ઇટાલીયાનો અંતરાત્મા જાગશે તો તેના પિતાની સેવા કરવા ઘરે લઇ આવશે!
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.