હર્ષ સંઘવીના દીકરાને ટ્રોલ કરવા જતા ગોપાલ ઈટાલીયા ભેરવાયા- તરછોડી દીધેલા ભિક્ષુક પિતા આવ્યા માર્કેટમાં

ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવી એ પોતાના દીકરા આરુષ એ ગાયેલુ ‘ગુજરાતી છું ગુજરાતી રહીશ’ રેપ સોંગ કદાચ આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલીયા ને પસંદ ના આવતા પોતાની રાજનૈતિક અદાવતની દાઝ ટ્વિટરના માધ્યમથી ઠાલવી હતી પરંતુ એક વિવાદ છેડાઈ ગયો છે.

ગોપાલ ઇટાલીયા એ પારિવારિક ટાર્ગેટ કરીને હર્ષ સંઘવી ના દીકરાને ન કહેવાનું કહી દેતા ખુદ ગોપાલ ઇટાલીયા ના સમર્થકો પણ આ વાતને વખોડી રહ્યા છે. રાજનીતિમાં પરિવારને વચ્ચે ન લાવવો જોઈએ તેવી સલાહ ખુદ ગોપાલ ઇટાલીયા ના સમર્થકો આપી રહ્યા છે.

ગોપાલ ઇટાલીયા ટ્વિટ કરતાં લખ્યું છે કે “હેલો બેટા!! તું અમેરિકા જઈશ, થેપલા ખાઈ, દુનિયાની સારી સારી હોટલમાં જઈશ એ બધું તો ઠીક છે પણ ગુજરાતની સરકારી શાળામાં ભણીશ કે નહિ?? સરકારી નોકરીની લાઈનમાં લાગીશ કે નહીં? આવકના કે જાતિના દાખલા કઢાવવા સરકારી કચેરીના ધક્કા ખાઈશ કે નહિ?? કે પછી બાપા મંત્રી છે એટલે આમ જ મોજ કરીશ??”

ગોપાલ ઇટાલીયા એક રાજનેતાના દીકરા અને પરીવાર ને વચ્ચે લાવીને જે ટ્રોલિંગ કર્યું છે તે જોતા લાગી રહ્યું છે કે તેમની માનસિક વિકલાંગતા પોતાનું બેકગ્રાઉન્ડ ભૂલી ગઈ છે. થોડા દિવસ અગાઉ ગોપાલ ઇટાલીયા ના તરછોડી દીધેલા પિતા નો વિડીયો વાયરલ થયેલો છે, જેમાં તેના પિતા વૃદ્ધાવસ્થામાં ભીખ માંગીને જીવી રહ્યા છે અને બોટાદ ની શેરીઓમાં ભટકી રહ્યા છે. તેના પિતા નો દાવો છે કે ગોપાલ ઇટાલીયાએ તેને તરછોડી દીધા છે અને ગુજરાત સુધારવાની વાત કરતો મારો છોકરો તેના બાપને સંભાળે તો પણ બહુ છે.

સ્વચ્છ અને સારી રાજનીતિ કરવાની વાતો કરવાવાળા ગોપાલ ઇટાલીયા પોતે આટલી જ માનસિકતા સાથે કોઈ ના પરિવાર ને રાજનીતિ માટે લાવે તે એક સારા રાજનેતા નું નિશાન નથી. ઉલ્લેખનીય છે કે ગોપાલ ઇટાલીયા ના પિતા ગોરધનભાઈ ઇટાલીયા બોટાદના ભાંભણ ગામના વતની છે. તેઓને ગોપાલ ઇટાલીયા પરિવારે તરછોડી દીધા હોવાનું બહાર આવ્યું છે. પારિવારિક કારણોસર ઇટાલીયા નો પરિવાર ટીંબી ખાતે રહેવા ચાલ્યો ગયો હતો અને ત્યારબાદ તેના પિતા ગોરધનભાઈ ભિક્ષુક બની ગયા હતા. કદાચ આ અહેવાલ બાદ ગોપાલ ઇટાલીયાનો અંતરાત્મા જાગશે તો તેના પિતાની સેવા કરવા ઘરે લઇ આવશે!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *