હવે મિનિટોમાં આવશે ખેડૂતોની તમામ સમસ્યાનો અંત, Bank of Baroda એ આપી આ ખાસ સુવિધા

Published on: 2:40 pm, Fri, 25 November 22

Bank of baroda ખેડૂતો માટે ખુશીના સમાચાર લઈને આવ્યું છે. ભારતની અગ્રણી જાહેર ક્ષેત્રની બેંકો માની એક બેંક, એટલે બેંક ઓફ બરોડા… બીઓબીએ ગઈકાલે એટલે કે ગુરૂવારના રોજ ‘બીઓબી વર્લ્ડ કિસાન’ નામની એપ્લિકેશન લોન્ચ કરી છે. આ એપ્લિકેશનનો ઉપયોગ કરીને સેકડો ખેડૂતો બેન્કિંગ અને ખેતી સંબંધીત દરેક પ્રકારની માહિતીઓ પ્રાપ્ત કરી શકશે.

તમને જણાવી દઈએ કે, બોબ વર્લ્ડ ફાર્મર એક એવી એપ્લિકેશન છે, જેના દ્વારા ખેડૂતોને ધિરાણ વીમા અને રોકાણ સંબંધિત તમામ માહિતી પ્રાપ્ત થશે. આવનારા સમયમાં કૃષિ ક્ષેત્રને આર્થિક રીતે ડિજિટલ બનાવવામાં પણ આર્થિક યોગદાન આપશે. ખેડૂતોને પાકની બીમારીથી રક્ષણ મેળવવા હવે સરકારી કચેરીઓમાં નહીં જવું પડે, દરેક ખેડૂતો આ એપ્લિકેશન દ્વારા જ કોઈપણ સમસ્યાનો ઉકેલ લાવી શકશે.

મહત્વની વાત તો એ છે કે, આ એપ્લિકેશન દ્વારા ખેડૂતો ઘરે બેસીને જ બજારોની કિંમત જાણી શકશે. આટલું જ નહીં ખેડૂતોને આ એપ્લિકેશન દ્વારા તેમના વિસ્તારના હવામાન સંબંધિત માહિતી પણ મળશે. જો કોઈ ખેડૂતોને નિષ્ણાંતોની સલાહ લેવી હોય, તો આ એપ્લિકેશન દ્વારા ખેડૂતો પોતાની ઈચ્છા અનુસાર ખેતી સંબંધિત નિષ્ણાંતો સાથે સલાહ લઈ શકે છે.

જાણવા મળ્યું છે કે, આ એપ્લિકેશન ખેડૂતોને ખેતી કરવા માટે સાધનો પણ આપી શકે છે. આ સાથે ખેડૂતો ઉત્પાદકતા વધારવા માટે નહીં નવી ટેકનિકો વિશે પણ આ એપ્લિકેશન દ્વારા જાણી શકશે. બેંક દ્વારા આ એપ્લિકેશનમાં અનેક કંપનીઓએ ભાગીદારી કરી છે. જે કંપનીઓ સેંકડો ખેડૂતોને વિવિધ સેવાઓ પ્રદાન કરવામાં મદદ કરશે. પ્રથમ તબક્કામાં આ એપ્લિકેશન ત્રણ ભાષામાં ઉપલબ્ધ થઈ છે. અંગ્રેજી હિન્દી અને ગુજરાતી.

બીઓબીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરે જણાવતા કહ્યું કે, વર્ષોથી દેશના સેંકડો ખેડૂતો સાથે અમારી બેંકનો ઊંડો અને કાયમી સંબંધ છે. Bank of baroda નો ઉદ્દેશ ના ખેડૂતોને તેમની પ્લાન્ટથી વેચાણ સુધીની સફર દ્વારા ટેકો આપવાનો છે. આ એપ્લિકેશન અતિ આધુનિક અને સર્વ સમાવેશક પ્લેટફોર્મ છે, જેના થકી ખેડૂતોની આવકમાં પણ વધારો થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.