ભારતમાં કોરોનાવાયરસના કારણે પ્રધાનમંત્રી મોદીએ આખા દેશમાં 21 દિવસના લૉકડાઉનનુ એલાન કર્યુ હતુ, આ લૉકડાઉન 14 એપ્રિલ સુધી છે. આ લોક ડાઉન સમાપ્ત ન થાય ત્યાં સુધી લોકોને ઘરોમાંથી બહાર નીકળવાનુ નથી. આ દરમિયાન માત્ર જીવન જરૂરી સેવાઓ જ ચાલુ છે. યુદ્ધ સમયે પણ ચાલુ રહેતી બસ, ટ્રેન અને વિમાન સેવાઓ પણ 14 એપ્રિલ સુધી બંધ છે.આ તમામ ઘટના ક્રમ વચ્ચે એવા સમાચાર સામે આવ્યા હતા કે સરકાર આ લૉકડાઉનને હજુ લંબાવી શકે છે. જે વાત પર આજે કેબિનેટ સચિવ રાજીવ ગૌબા એ જાહેરાત કરી છે અને કરોડો ભારતીયોને મૂંઝવતા પ્રશ્નનો જવાબ મળી ગયો છે.
પ્રધાનમંત્રી નારેદ્ન્રા મોદીએ લોકડાઉનની જાહેરાત વખતે કહ્યુ હતુ કે કોરોના વાયરસથી બચવા માટે જો સરકારે બનાવેલા નિયમોનુ પાલન ન કર્યુ તો તેનાથી કેટલુ નુકશાન થઈ શકે છે તેનો અંદાજો ન લગાવી શકો. દેશ 21 વર્ષ પાછળ ધકેલાઈ જશે તેવો ભય વ્યક્ત કર્યો હતો. જો કે લૉકડાઉન દરમિયાન સરકારને પડકારોનો સામનો પણ કરવો પડી રહ્યો છે.
કેબિનેટ સચિવ રાજીવ ગૌબા એ લૉકડાઉન આગળ લંબાવાના સમાચારો પર સોમવારે કહ્યુ કે, હું આવા રિપોર્ટસ વાંચીને ચોંકી ગયો છુ. લૉકડાઉન લંબાવવાની સરકારની કોઈ યોજના નથી. આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના મહામારીની ભયાનક સ્થિતિ વિશે જણાવીને બધાને લૉકડાઉનનુ માં સહકાર આપવાની અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે આ સમાચાર તમે વાંચી રહ્યા છો ત્યાં સુધી ગુજરાતમાં ૬૦ અને દેશભરમાં ૧૦૦૦ થી વધુ કોરોના પોઝીટીવ કેસ નોંધાઈ ચુક્યા છે. કોરોનાથી ડરો નહી તેનો સુચકતાથી સામનો કરવો જરૂરી છે. કામ વગર બહાર ન નીકળવું. વારંવાર હાથ ધુઓ. માસ્ક, રૂમાલ બાંધીને બહાર નીકળશો.