વાહ! એક કંપનીએ પોતાના કર્મચારીની દીકરીની સારવાર માટે જરા પણ વિચાર્યા વગર 16 કરોડ રૂપિયા આપી દીધા

છત્તીસગઢ(Chhattisgarh)ના કોરબા જિલ્લામાં સાઉથ ઈસ્ટર્ન કોલફિલ્ડ લિમિટેડ (SECL) એ તેના એક કર્મચારીની પુત્રીની સારવાર માટે 16 કરોડ રૂપિયા(16 crore)ની રકમ પ્રદાન કરી છે. એસઈસીએલના અધિકારીઓએ શનિવારે અહીં જણાવ્યું હતું કે, કંપનીએ તેના એક કોલસા ખાણિયાની બે વર્ષની પુત્રીની સારવાર માટે 16 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી છે. શુક્રવારે કર્મચારીને આ રકમનો ચેક આપવામાં આવ્યો હતો. દીપકા કોલફિલ્ડ ઓવરમેન સતીશ કુમાર રવિની પુત્રી સૃષ્ટિ રાની ‘સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી’ (SMA) નામની અત્યંત દુર્લભ બીમારીથી પીડિત છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

સામાન્ય રીતે, આ રોગ નાના બાળકોમાં થાય છે, કરોડરજ્જુ અને મગજના સ્ટેમમાં ચેતા કોષોના અભાવને કારણે, સ્નાયુઓ યોગ્ય રીતે કામ કરતા નથી અને ધીમે ધીમે આ રોગ જીવલેણ બની જાય છે. તેની સારવાર ખૂબ જ ખર્ચાળ છે અને સારવારમાં ઉપયોગમાં લેવાતા ઈન્જેક્શન ‘જોલઝેન્સમા’ની કિંમત 16 કરોડ રૂપિયા છે.

અધિકારીઓએ જણાવ્યું કે, હવે કોલ ઈન્ડિયાએ તેમના પરિવારની પુત્રીની સારવાર માટે 16 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી છે. શુક્રવારે સૃષ્ટિ રાનીના પિતા સતીશ કુમારને 16 કરોડ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. તેણે કહ્યું કે સતીશ પાસે પૈસાની તંગી હતી અને તેની પુત્રીની સારવાર માટે આટલી મોટી કિંમતે ઈન્જેક્શન ખરીદવું તેના માટે શક્ય નહોતું.

SECLની આ પહેલ એવા સમયે કરવામાં આવી છે જ્યારે કોલ ઈન્ડિયા અને દેશભરમાં તેની પેટાકંપનીઓમાં કામ કરતા કામદારો વીજળી ઉત્પન્ન કરવા માટે કોલસાની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને દિવસ-રાત સતત કામ કરી રહ્યા છે. કોરબા લોકસભા મતવિસ્તારના સાંસદ જ્યોત્સના ચરણદાસ મહંતે SECL દ્વારા બાળકીની સારવાર માટે 16 કરોડ રૂપિયા મંજૂર કર્યા બાદ પત્ર લખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે.

કોલ ઈન્ડિયા લિમિટેડે ટ્વીટ કર્યું છે કે “CIL માને છે કે તેના કર્મચારીઓ અને તેમના પરિવારો તેની વાસ્તવિક સંપત્તિ છે. આ માટે 16 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફીથી પીડિત બે વર્ષની સૃષ્ટિની સારવાર જોલ્જેન્સમા ઈન્જેક્શનથી જ શક્ય છે. તે SECL ના ઓવરમેન સતીશ કુમાર અને દીપિકાની પુત્રી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *