યુક્રેનથી ભારતમાં આવેલા MBBSના વિદ્યાર્થીઓને સરકારની મોટી રાહત, એડમિશન વગર જ…

Medical Course in India: યુક્રેન(Ukraine)થી પરત ફરેલા મેડિકલ વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર છે. સરકારે કહ્યું છે કે આવા વિદ્યાર્થીઓને MBBSની ફાઈનલ પરીક્ષાનો ભાગ 1 અને…

Medical Course in India: યુક્રેન(Ukraine)થી પરત ફરેલા મેડિકલ વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર છે. સરકારે કહ્યું છે કે આવા વિદ્યાર્થીઓને MBBSની ફાઈનલ પરીક્ષાનો ભાગ 1 અને ભાગ 2 ક્લીયર કરવાની તક આપવામાં આવશે. જો કે, તેઓએ એક વર્ષમાં મેડિકલ કોર્સની પ્રવેશ પરીક્ષા પાસ કરવી પડશે. પરીક્ષા પાસ કર્યા પછી, તેઓએ બે વર્ષની ઇન્ટર્નશિપ કરવી પડશે.

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટતા કરી હતી કે, આવા વિદ્યાર્થીઓ માટે ફાઈનલ પરીક્ષા પાસ કરવાની આ છેલ્લી તક હશે. તમને જણાવી દઈએ કે રશિયા-યુક્રેન યુદ્ધના કારણે યુક્રેનમાં અભ્યાસ કરી રહેલા હજારો મેડિકલ વિદ્યાર્થીઓને ભારત પરત ફરવું પડ્યું હતું.

મેડિકલ કોલેજમાં એડમિશન મળશે:
ભારત સરકારે સર્વોચ્ચ અદાલતને જાણ કરી હતી કે જે વિદ્યાર્થીઓએ રશિયા-યુક્રેન યુદ્ધને કારણે તેમનો અભ્યાસ અધવચ્ચે છોડી દીધો હતો અને ભારત પરત ફર્યા હતા તેઓને હાલની કોઈપણ મેડિકલ કોલેજમાં નોંધણી વગર એમબીબીએસના અંતિમ વર્ષમાં પ્રવેશ મળશે. જો કે, તે કોલેજના વિદ્યાર્થીઓને થિયરી અને પ્રેક્ટિકલ બંને પાસ કરવાની માત્ર એક જ તક આપવામાં આવશે.

કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, યુક્રેનથી પરત ફરતા મેડિકલ વિદ્યાર્થીઓએ બે વર્ષની ફરજિયાત રોટરી ઇન્ટર્નશિપ પૂર્ણ કરવી પડશે. આ દરમિયાન, તેમની પાસેથી પ્રથમ વર્ષ માટે કોઈ ફી લેવામાં આવશે નહીં. જોકે, અગાઉના મામલા માટે NMC દ્વારા બીજા વર્ષની ફી ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓને ભારતની કોલેજોમાં પ્રવેશ આપવામાં આવશે. જો કે, તેઓએ એક વર્ષની અંદર પ્રવેશ પરીક્ષા પાસ કરવી પડશે. આ પરીક્ષા ભારતીય મેડિકલ કોર્સના અભ્યાસક્રમ પર આધારિત હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *