Smart Meter News: હાલમાં રાજ્યમાં ગરમીની સાથે સાથે સ્માર્ટ મીટરનો મુદ્દો ઉછળ્યો હતો. પરંતુ હવે સ્માર્ટ મીટરને લઈને રાજ્ય સરકારે નમતું મેલવું પડ્યું હતું. સરકારે નિર્ણય કર્યો છે કે સ્માર્ટ વિજમીટરની સાથે જૂના વિજમીટર પણ લગાવવામાં આવશે. સ્માર્ટ મીટરને(Smart Meter News) લઈને લોકોમાં ફેલાયેલી ગેરસમજને દૂર કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. લોકોમાં થઈ રહેલા સતત વિરોધને કારણે સરકારે આ નિર્ણય લીધો છે.
સ્માર્ટ મીટરની સાથે હવે જૂના મીટર લગાવાશે
રાજ્યમાં સ્માર્ટ મીટરની સામે વધતાં વિરોધ બાદ રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે સ્માર્ટ મીટરની સાથે હવે જૂના મીટર લગાવાશે. વીજ ગ્રાહકોમાં થઇ રહેલી ગેરસમજને દુર કરવા માટે હવે સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર પણ લગાવાશે. સ્માર્ટ મીટરની માગ કરનાર વીજ ગ્રાહકને વધુ એક મીટર લગાવાનો નિર્ણય કરાવાશે
મધ્યમવર્ગીય લોકોમાં ભારે રોષ ભભૂક્યો
ગઇકાલે રાજ્ય સરકારે રાજ્યની ચારેય વીજ કંપનીના એમડી સાથે મિટિંગ યોજવામાં આવી હતી. આ બેઠક બાદ સ્માર્ટ વીજમીટરને લઈને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ગાંધીનગરમાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ મુદ્દાને લઈને વડોદરાના નાગરિકે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. એક મહિનાનું લાઈટ બિલ માત્ર બે દિવસની અંદર જ આવતા હોવાના આક્ષેપ સાથે મધ્યમવર્ગીય લોકોમાં ભારે રોષ ભભૂક્યો છે.
સ્માર્ટ મીટરનો મુદ્દો હાઇકોર્ટ
સ્માર્ટ મીટરનો મુદ્દો હવે હાઇકોર્ટ સુધી પહોંચી ગયો છે અને વડોદરાના બાજવાના એક નાગરિકે MGVCLના ડાયરેક્ટર અને ઉર્જા વિભાગના સચિવ સામે અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં તેમણે અરજી કરી છે કે સ્માર્ટ મીટરને ફરજિયાતપણે લાગુ કરવું ગેરકાયદેસર છે અને લાખો ગ્રાહકોનું હિત જોવામાં આવ્યું નથી.
સ્માર્ટ મીટરના મેઈલ જણાવ્યા મુજબ સેન્ટ્રલ ઈલેક્ટ્રીસિટી ઓથોરીટીના ઈન્સ્ટોલેશન એન્ડ ઓપરેશન ઓફ મીટર રેગ્યુલેશનના એમેન્ડમેન્ટના જાહેરનામાનો સંદર્ભ આપી સ્માર્ટ મીટર ઈન્સ્ટોલ કરાશે તેમ જણાવ્યું હતું. વધુમાં અરજીકર્તાએ જણાવ્યું કે, દેશની પાર્લામેન્ટમાં ફેબ્રુઆરી 2019થી ફેબ્રુઆરી 2024 સુધીમાં સેન્ટ્રલ ઈલેક્ટ્રીસિટી ઓથોરીટીના 2006ના ઈન્સ્ટોલેશન એન્ડ ઓપરેશન ઓફ મીટર રેગ્યુલેશનના સુધારા બિલને મંજુરી મળી નથી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App