કોરોના વાયરસના કારણે કેટલાય નાના વેપારીઓ આર્થિક પરિસ્થિતિ સામે લડી રહ્યા છે. કેટલાય વેપારીના ધંધા રોજગારને ખુબ જ અસર પહોચી છે. જેમાં લારી અને ગલ્લા, દુકાન ચલાવનારા લોકો, રસ્તા પર સામાન વેચનારા કેટલાય લોકોનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકારે આ વર્ગના વેપારીઓ માટે એક યોજનાની શરૂઆત કરી છે. જેના દ્વારા આ વેપારીઓને 10-10 હજાર રૂપિયાની લોન સરકાર દ્વારા આપવામા આવે છે.
ખાસ કરીને આ યોજનાના રૂપિયા લેતા વેપારીઓને વધારે કાગળની સમસ્યાઓ અને જંજટ પણ રહેતી નથી અને પૈસા રિટર્ન કરવામાં પણ ખૂબ સરળતા રહે છે અને લોન મળી રહે છે. તો આવો જાણીએ આ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ સ્કીમ વિશે, કેવી રીતે લાભ મળશે, કેવી રીતે આ સ્કીમમાં જોડાઈ શકો? આ યોજનામાં લાભ લેવા માટે શું શું કરવુ જોઈ ચાલો તમને જણાવી દઈએ.
કેટલા લોકોએ લીધો લાભ:
મળતી માહિતી અનુસાર, લારી-દુકાનવાળા લોકો માટે PM સ્વનિધિ યોજના આશિર્વાદ રૂપ સાબિત થઈ રહી છે. આ PM સ્વનિધિ યોજના અંતર્ગત 50 લાખથી વધારે લારી-ગલ્લાવાળા લોકોને 10,000 સુધીની લોન આપવામાં આવી છે. સરકારી આંકડા જણાવ્યા અનુસાર, તેમ અત્યાર સુધીમાં 2,698.29 કરોડ રૂપિયાના 27 લાખથી વધારે લોકોને લોન આપવામાં આવી છે. જ્યારે આ PM સ્વનિધિ યોજના અંતર્ગત 45.15 લાખથી વધારે અરજી આવી છે. જેમાંથી 27 લાખથી વધારે લોકોને લોન મળી ચૂકેલ છે.
PM SVANidhi Yojana is becoming a boon for street vendors.
Loans worth over Rs 2,698.29 crore sanctioned to over 27 lakh applicants.#AatmaNirbharVendor #AatmaNirbharBharat pic.twitter.com/Hfzla4WQXC
— BJP (@BJP4India) September 1, 2021
કેટલાય છે તેના ફાયદા જાણી લો:
આ યોજનાનો લાભ લેનારા લોકો નિયમીત રીતે લોનના હપ્તા ભરી રહ્યા છે, તો તેને દર વર્ષે સાત ટકાના હિસાબે વ્યાજમાં સબ્સિડી પણ આપવામાં આવી રહી છે. જો કોઈ લાભાર્થી લોન ચુકવવા માટે ડીજીટલ રીતે ચુકવણી કરે છે તો તેને વાર્ષિક 1200 રૂપિયાનું કૈશબેક પણ આપવામાં આવી રહ્યું છે. સાથે જ યોગ્ય સમયે લોનની ભરપાઈ કરવા બદલ લાભ લેનાર જો ફરી વાર લોન લેવા માટેની કોશીશ કરશે, તો તેને પ્રથમ મોકો આપવામાં આવશે.
આ રીતે કરશો અરજી:
PM સ્વનિધિ યોજના અંતર્ગત લોન લેવા માટે ઈચ્છુક સ્ટ્રીટ વેંડર્સ સીધા PM સ્વનિધિ યોજનાની વેબસાઈટ પર જઈને અરજી કરી શકો છે. યોજનાની વેબસાઈ છે https://pmsvanidhi.mohua.gov.in. આ ઉપરાંત સ્ટ્રીટ વેંડર્સ પોતાના નજીકના સીએસસી પર જઈને પણ અરજી કરી શકો છો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.