સરકારમાં રહેલા પૂર્વ મંત્રીઓ સરકારી બંગલા ખાલી કરી રહ્યાં છે. તમને જણાવી દઈએ કે, એકમાત્ર પૂર્વ કૃષિ મંત્રી આરસી ફળદુએ તેમનો સરકારી બંગલો પહેલો જ ખાલી કરી દીધો હતો અને હવે બીજા મંત્રીઓ પણ તેમના બંગલા ધીમે ધીમે ખાલી કરી રહ્યાં છે. સચિવાલયના સ્વર્ણિમ સંકુલમાંથી પૂર્વ મંત્રીઓએ વિદાય લઇ લીધી છે અને હવે મંત્રીમંડળ નિવાસસ્થાન વિસ્તારમાં આવેલા સરકારી બંગલામાંથી પણ મંત્રીઓ વિદાય લઇ રહ્યાં છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમની કેબિનેટના 24 મંત્રીઓને નવા બંગલા ફાળવવાના થાય છે ત્યારે માર્ગ મકાન વિભાગે પૂર્વ મંત્રીઓને પોતાના બંગલા ખાલી કરવાની નોટીસ આપી દેવામાં આવી છે.
રાજ્યના મુખ્યમંત્રી હાલ બંગલા નંબર-1માં તમામ મીટીંગો કરી રહ્યાં છે. જયારે 26 નંબરના બંગલામાં વિજય રૂપાણી રહે છે, ત્યારે હવે તેમણે પણ તેમનો બંગલો ખાલી કરવાની પ્રક્રિયાને લગભગ પૂર્ણ કરી દીધી છે. એ ઉપરાંત તેમની સરકારમાં ફરજ બજાવી રહેલા 22 જેટલા મંત્રીઓએ પણ બંગલો ખાલી કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
સરકારના નિયમ અનુસાર, પૂર્વ મુખ્યમંત્રીઓને ગાંધીનગરમાં કે ટાઇપના બંગલાઓ મળતા હોય છે. જોવા જઈએ તો પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલને બંગલો ફાળવવામાં આવ્યો હતો. તેમ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ બંગલો ફાળવવાની પ્રક્રિયા હાથ ધરી દેવામાં આવી છે.
અમે તમને જણાવી દઈએ કે, આવી જ રીતે પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા અને કેશુભાઇ પટેલને બંગલો ફાળવવામાં આવ્યો હતો, પરંતુ સુરેશ મહેતા સરકાર વિરોધી ઉચ્ચારણો અને સરકારના વિરોધમાં બોલતા હોવાથી તેમને બંગલો ખાલી કરવાની વારંવાર નોટીસ પણ આપવામાં આવી હતી. એટલું જ નહીં તેમને બંગલાનું કોમર્શિયલ ભાડુ ભરવાનું પણ કહેવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં મંત્રીઓ માટે 35થી પણ વધુ બંગલાઓ બનાવવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.