મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં સામેલ બિનઅનુભવી નેતાઓને આપવામાં આવશે ટ્રેનીંગ- શરુ થઇ ‘પાઠશાળા’

ગુજરાત(Gujarat): નવ નિયુક્ત થયેલા મંત્રીઓના શિરે મહત્વની જવાબદારી(Responsibility) સોંપવામાં આવી છે સાથે સાથે મંત્રીમંડળના તમામ મંત્રીઓને 100 % પર્ફોમન્સ આપવાના નિર્દેશ આપી દેવામાં આવ્યા છે.…

ગુજરાત(Gujarat): નવ નિયુક્ત થયેલા મંત્રીઓના શિરે મહત્વની જવાબદારી(Responsibility) સોંપવામાં આવી છે સાથે સાથે મંત્રીમંડળના તમામ મંત્રીઓને 100 % પર્ફોમન્સ આપવાના નિર્દેશ આપી દેવામાં આવ્યા છે. ત્યારે જે મંત્રીઓ સરકારી કામનો કોઈ પણ પ્રકારનો અનુભવ નથી તેવા મંત્રીમંડળ(Cabinet)ના મંત્રીઓની વિશેષ તાલીમ આપવામાં આવશે અને તેમની વહીવટી જ્ઞાન(Administrative knowledge)થી સજ્જ કરવામાં આવશે. તેમજ મંત્રીઓની વિભાગીય કામો વિશે જાણકારી આપવામાં આવશે. તેની સાથે બીજી અન્ય કેટલાક પ્રકારની તાલીમ પણ આપવામાં આવશે.

નવા મંત્રીઓને જુદા જુદા મુદ્દાઓ અંગે માહિતગાર કરવામાં આવશે:
ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel)ની સરકાર સત્તા પર આવતા જ મુખ્યમંત્રીએ પોતાની મંત્રીમંડળના મંત્રીઓની પાઠશાળા શરૂ કરી દીધી છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળ નવા મંત્રીઓને જુદા જુદા મુદ્દાઓ અંગે માહિતગાર કરવામાં આવશે તેવા અહેવાલો સામે આવ્યા છે પરંતુ મહત્વનું છે કે, સરકાર એક્શનમાં આવી છે અને નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ નવનિયુક્ત મંત્રીઓને સરકારી કામ સિવાય અન્ય કોઈ પણ પ્રવાસનું આયોજન ન કરવા અને આગામી 15 દિવસ ગાંધીનગર છોડીને ન જવા માટેના તમામ આદેશ આપી દીધા છે. એટલું જ નહીં પરંતુ સાથે સાથે આગામી બજેટ અંગે કામની સમીક્ષા વિભાગના અધિકારી સાથે ચર્ચા કરવાના પણ તમામ આદેશ આપી દીધા છે.

મંત્રીઓને ટ્રેનિંગ આપવા શરુ થશે પાઠશાળા:
ગુજરાત રાજ્યમાં હવે મંત્રી મંડળ અસ્તિત્વમાં આવી ચુક્યું છે અને દરેક મંત્રીઓએ પોતાના ખાતા સંભાળી લીધા છે પરતું મોટા ભાગના મંત્રીઓ બિન અનુભવી છે એટલે કે અનુભવ વગરના છે. તો જોવા જઈએ તો કેટલાક મંત્રીઓ એકદમ કોરી સ્લેટ જેવા છે. જે મંત્રીઓ સરકારના કોઈ પદ પર રહ્યા નથી ત્યારે આવા મંત્રીઓને વહીવટી જ્ઞાન આપવા માટે વહીવટી અને વૈધાનિક ટ્રેનિંગ આપવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નવા મંત્રીમંડળમાં 20 જેટલા મંત્રી પહેલી વાર મંત્રી બન્યા જ્યારે ચારથી પાંચ મંત્રીઓ પહેલી વાર ધારાસભ્ય સાથે મંત્રી બન્યા એવામાં અનુભવ વગરની ટીમને સજ્જ બનાવવા મંત્રીઓને ટ્રેનિંગ મળી રહે તે માટે મુખ્યમંત્રીએ પાઠશાળા શરૂ કરી છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મંત્રીઓને આપી આ સુચના:
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મંત્રી મંડળના મંત્રીઓને ગાંધીનગર ન છોડવાની તાકિદ કરી છે એટલું જ નહીં પરંતુ મંત્રીઓને વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરવા માટેની પણ સુચના પણ આપી દેવામાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આદેશ કરતા મંત્રીઓને સરકારી કામ સિવાય અન્ય કોઈ પ્રવાસ ન કરવાની પણ સુચના આપી દેવામાં આવેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *