નહીવત રૂપિયા માટે યુવકની કુહાડીના 17થી વધારે ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો- CCTV થયા વાઈરલ

આજકાલ હત્યાની ઘટનામાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે આ દરમિયાન જૂનાગઢમાંથી ગઈકાલે એક યુવાનની જાહેરમાં હત્યા કરી નાખવામાં આવી હતી. હત્યા મામલે હવે…

આજકાલ હત્યાની ઘટનામાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે આ દરમિયાન જૂનાગઢમાંથી ગઈકાલે એક યુવાનની જાહેરમાં હત્યા કરી નાખવામાં આવી હતી. હત્યા મામલે હવે નવા ખુલાસા થયા છે. આ ઉપરાંત હત્યાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. યુવકને કુહાડીના 17થી વધારે ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી.

જાણવા મળ્યું છે કે, યુવાનની હત્યા ત્રણ હજાર રૂપિયા માટે કરી નાખવામાં આવી હતી. આ મામલે જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તે અરેરાટી ફેલાવે તેવા છે. સીસીટીવીમાં યુવકને રસ્તા પર પડેલો જોઈ શકાય છે. યુવક બાઇક લઈને જઈ રહ્યો હતો ત્યારે તેને આંતરીને હત્યા કરવામાં આવી હતી.

આ અંગે જે સીસીટીવી સામે આવ્યા છે તેમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ પોતાના હાથમાં કુડાહી વડે જમીન પર પડેલા વ્યક્તિ પર સતત પ્રહાર કરી રહ્યો છે. આ દરમિયાન નજીકમાં એક રિક્ષા ઊભેલી હોય છે. યુવક પર હુમલો થતો જોઈને રિક્ષા ચાલક ત્યાંથી ભાગી જાય છે.

આ દરમિયાન હત્યારો કુડાડીથી સતત વાર કરી રહ્યો છે. આ દરમિયાન એક મહિલાને પણ સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે. જે હત્યારાને કંઈક કહે છે અને બાદમાં ત્યાંથી ચાલી જાય છે. હત્યારો એટલો ક્રૂર છે કે એક પછી એક કુહાડીનો પ્રહાર કરતો જ જાય છે. સીસીટીવી ફૂટેજમાં મૃતકના શરીરના ટૂકડા પથરાયેલા જોવા મળે છે.

જાણવા મળ્યું છે કે, ગઈકાલે જૂનાગઢના ભરડાવાવ પાસે એક યુવકની કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોચી હતી. પ્રાથમિક વિગતો ઉપર મરનાર યુવક ગિરનારના ડોળી એસોસિએશનના પ્રમુખનો ભત્રીજો હોવાનું સામે આવ્યું છે.

પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ શરૂ કરી છે ત્યારે મૃતક યુવકનું નામ રાજુ બાવળિયા હોવાનું સામે આવ્યું છે. રાજુના કાકા ગિરનાર ડોળી એસોસિએશનના પ્રમુખ છે અને કોઈ અદાવતમાં જ તેની હત્યા થઈ હોવાનું માનવામાં આવી રહ્યુ છે. રાજુ બાઇક પર આવી રહ્યો હતો ત્યારે અજાણ્યા ઇસમોએ તેને આંતરીને માથાના ભાગે તીક્ષ્ણ હથિયારોના ઘા માર્યા હતા. હત્યા એટલી કરપીણ હતી કે, ઘટના સ્થળે લોહીના ખાબોચીયા ભરાયા હતા. આ અંગે પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *