ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલા ખેડૂતો માટે વધારાના સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે 3,795 કરોડના સહાય પેકેજની જાહેરાત કરતા કહ્યું હતું કે 20 તારીખ સુધીમાં થયેલા નુકસાનને આવરીને આ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના તમામ જિલ્લાનો સમાવેશ કરી લેવામાં આવ્યા છે. રાજ્યના તમામ 18 હજાર ગામડાઓને 56.36 લાખ ખેડૂતોને આ સહાયનો લાભ આપવામાં આવશે.
આ સહાય પકેજમાં જે ખેડૂતોને નુકસાન નથી થયું તેમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે વરસાદથી નુકસાન નથી થયું તેવા 81 તાલુકાઓમાં પણ સરકારી સહાય આપવામાં આવશે. સાથે-સાથે તેમણે વધુમાં જણાવતા કહ્યું હતું કે પાક વીમા ઉપરાંત સરકારી સહાયનો પણ લાભ મળશે. જેનો ફાયદો રાજ્યના 248 તાલુકાઓને થશે. રાજ્ય સરકારે જાહેર કરેલા 3,795 કરોડના સહાય પેકેજમાં 2,154 કરોડ કેન્દ્ર અને 1,643 કરોડ રાજ્ય સરકાર ચૂકવશે. હેક્ટર દીઠ 4 હજારની સહાય કરાશે. આ માટે ઓનલાઈન અરજી સ્વીકારવા અંગે અને સહાયની રકમ ખેડૂતોને સીધી તેમના બેંક ખાતામાં કઈ રીતે મળી જાય તે માટેની વ્યવસ્થા સરકાર ગોઠવી રહી છે, જેની પાછળથી જાણ કરાશે.
ક્યાં કેટલી સહાય મળશે, જાણો અહીં
1 ઇંચથી વધુ વરસાદ પડ્યો હોય તેવા વિસ્તારમાં અંદાજે રૂપિયા 2,481 કરોડની સહાય આપવામાં આવશે.
1 ઇંચથી ઓછો વરસાદ પડ્યો હોય તેવા વિસ્તારમાં અંદાજે રૂપિયા 238 કરોડની સહાય આપવામાં આવશે.
છૂટો છવાયો વરસાદ પડ્યો હોય તેવા વિસ્તારમાં અંદાજે રૂપિયા 684 કરોડની સહાય આપવામાં આવશે.
આ રીતે સહાય ચૂકવાશે, જાણો અહીં
એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હોય તેવા 9,416 ગામના 28.61 લાખ ખેડૂતો ખાતેદારોને વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં SDRFના ધોરણ અનુસાર હેક્ટર દીઠ 6800 રૂપિયા સહાય ચૂકવાશે.
એક ઇંચથી ઓછો વરસાદ પડ્યો છે તેવા 1,676 ગામના 5.95 લાખ ખેડૂત ખાતેદારોને હેક્ટર દીઠ 4 હજાર રૂપિયા (વધારેમાં વધારે બે હેક્ટરની મર્યાદા) સહાય ચૂકવાશે.
છૂટો છવાયો વરસાદ પડ્યો હોય તેવા 5,814 ગામના 17.10 લાખ ખેડૂતોને હેક્ટર દીઠ 4 હજાર રૂપિયા(વધારે માં વધારે બે હેક્ટરની મર્યાદા) સહાય ચૂકવાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.