ભારત સરકારે રશિયા યુક્રેન યુદ્ધ બાબતે મૌન તોડ્યું- જાણો શું કરી જાહેરાત

મળેલી માહિતી અનુસાર, રશિયાના(Russia) રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના(President Vladimir Putin) આદેશથી રશિયાએ યુક્રેન પર હુમલો(Attack) કર્યો છે. તે જ દરમિયાન ભારતે(India) કહ્યું છે કે જો રશિયા…

મળેલી માહિતી અનુસાર, રશિયાના(Russia) રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના(President Vladimir Putin) આદેશથી રશિયાએ યુક્રેન પર હુમલો(Attack) કર્યો છે. તે જ દરમિયાન ભારતે(India) કહ્યું છે કે જો રશિયા અને યુક્રેન વચ્ચેની દુશ્મનાવટ પર કાબૂ નહીં આવે તો તે ખુબ જ મોટા સંકટમાં ફેરવાઈ જશે તેવું લાગી રહ્યું છે. જેના કારણે આ ક્ષેત્રમાં ગંભીર અસ્થિરતા સર્જાઈ શકે છે.

ત્યારે હાલમાં જ જાણવા મળ્યું છે કે, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ કહ્યું કે રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધની આ સ્થિતિ મોટા સંકટ તરફ આગળ વધી રહી છે. અમે આ ઘટનાક્રમ પર અમારી ઊંડી ચિંતા વ્યક્ત કરીએ છીએ. જો તેને કાળજીપૂર્વક સંભાળવામાં ન આવે તો તે પ્રદેશની શાંતિ અને સુરક્ષાને હાનિ પહોંચાડી શકે છે. ભારતે તણાવને તાત્કાલિક ઘટાડવા તેમજ એવી કાર્યવાહીથી પણ બચવાનુ આહવાન કર્યું છે જે સ્થિતિને વધુ ખરાબ કરતી હોઈ.

તમામ પક્ષોએ સંયમ રાખીને શાંતિ અને સલામતી જાળવવાની જરૂરિયાત પર ભાર મૂકતાં તિરુમૂર્તિએ કહ્યું કે આનો ઉકેલ સતત રાજદ્વારી સંવાદ દ્વારા જ આવી શકે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભારતના નાગરિકો જે યુક્રેનના વિવિધ પ્રદેશોમાં રહેતા હોય તે નાગરિકોને ભારત વિશેષ ફ્લાઈટ્સ દ્વારા ઘરે પરત ફરવામાં મદદ કરી રહ્યું છે.

મળેલી માહિતી અનુસાર રશિયન આર્મી ક્રિમિયા થઈને યુક્રેનમાં પ્રવેશ કરી રહી છે. તેમજ રશિયાએ યુક્રેનની સેનાને ‘શસ્ત્રો નીચે મૂકવા’ કહ્યું છે. જોકે, પુતિને કહ્યું છે કે તેઓનો કબજો કરવાનો એવો કોઈ ઈરાદો નથી. આ સિવાય સંયુક્ત રાષ્ટ્રએ પણ રશિયાને આ હુમલા રોકવાની અપીલ કરી છે. પુતિને આજે ટીવી પર એક નિવેદનમાં કહ્યું કે મેં સૈન્ય કાર્યવાહીનો નિર્ણય લીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *