કોરોનાની સાથે દુનિયામાં વધુ એક રહસ્યમયી બિમારીએ મચાવ્યો આંતક- WHOએ આપ્યું એલર્ટ

છેલ્લા કેટલાક સમયથી વિશ્વમાં કોરોના(Corona) સહીત અનેક રોગોએ હાહાકાર મચાવ્યો છે. માનવી હજુ સુધી એક રોગનો સામનો કરવામાં સફળ નથી થયો કે બીજો નવો રોગ…

છેલ્લા કેટલાક સમયથી વિશ્વમાં કોરોના(Corona) સહીત અનેક રોગોએ હાહાકાર મચાવ્યો છે. માનવી હજુ સુધી એક રોગનો સામનો કરવામાં સફળ નથી થયો કે બીજો નવો રોગ માથું ઉચકે છે. આ વખતે વિશ્વભરના ડોકટરો અને આરોગ્ય સેવાઓ સાથે સંકળાયેલા લોકો પર હેપેટાઈટીસ(Hepatitis)ના ગંભીર કેસ સામે આવ્યા છે. હીપેટાઈટીસ એ લીવરનો રોગ છે જેમાં લીવરમાં સોજો આવે છે. WHO કહે છે કે, તાજેતરમાં 130 થી વધુ નવા પ્રકારના હેપેટાઈટીસ નોંધાયા છે, જેમાંથી મોટાભાગના બ્રિટનના છે.

જાન્યુઆરીથી અત્યાર સુધીમાં બ્રિટનમાં રહસ્યમય વાયરસથી થતા હેપેટાઇટિસના 108 કેસ નોંધાયા છે. ખાસ વાત એ છે કે આ તમામ કેસ બાળકોના છે. આ સિવાય અમેરિકા, ઈઝરાયેલ, ડેનમાર્ક, આયર્લેન્ડ, નેધરલેન્ડ અને સ્પેનમાં પણ રહસ્યમય વાયરસથી થતા હેપેટાઈટીસના કેસ નોંધાયા છે. હેપેટાઈટીસના આ કેસો એટલા ગંભીર છે કે ઘણા બાળકોએ લીવર ટ્રાન્સપ્લાન્ટનો સામનો પણ કર્યો છે. મેડિકલ જગત સાથે જોડાયેલા લોકો પણ આ મામલાઓને લઈને ચિંતિત છે કારણ કે સામાન્ય રીતે બનતા વાયરસના કારણે આવું નથી થઈ રહ્યું. સામાન્ય રીતે A, B, C, D અને E વાયરસ હેપેટાઇટિસ માટે જવાબદાર હોય છે.

જોકે, બાર્સેલોનામાં હિપેટોલૉજીના પ્રોફેસર અને યુરોપિયન એસોસિએશન ફોર ધ સ્ટડી ઑફ ધ લિવર પબ્લિક હેલ્થ કમિટીના વડા મારિયા બૂટી કહે છે કે જો કે હેપેટાઇટિસના આ કેસ હજુ પણ બહુ ઓછા છે. પરંતુ આ તમામ બાળકો સંબંધિત છે, તેથી આ બાબત ગંભીર છે. હેપેટાઇટિસના આ કેસો અંગે, પબ્લિક હેલ્થ સ્કોટલેન્ડના ડાયરેક્ટર જિમ મેકમિનામાને જણાવ્યું હતું કે એડિનોવાયરસનું નવું મ્યુટન્ટ હેપેટાઇટિસને વધુ ગંભીર બનાવવા માટે જવાબદાર છે કે કેમ તે અંગે સંશોધન કરવામાં આવી રહ્યું છે. વૈજ્ઞાનિકો હવે એ વાતનો અભ્યાસ કરી રહ્યા છે કે શું આ સમસ્યા અન્ય કોઈ વાયરસ સાથે ભળવાને કારણે વધુ ગંભીર બની રહી છે.

નિષ્ણાતો કોવિડ-19 સાથે પણ આ વાયરસની સંભાવનાઓ શોધવામાં વ્યસ્ત છે. જો કે, કોરોના રસીના કારણે ગંભીર હેપેટાઇટિસની શંકાને ફગાવી દેવામાં આવી છે. કારણ કે ઈંગ્લેન્ડમાં જે બાળકો આ રોગથી પ્રભાવિત થયા છે તેઓ રસીકરણની ઉંમરથી ઓછી ઉંમરના આવતા નથી. તેની પાછળનું એક કારણ એ પણ કહેવામાં આવી રહ્યું છે કે લોકડાઉન દરમિયાન સતત સામાજિક એકલતાના કારણે આ બાળકોની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી છે. જેના કારણે હેપેટાઈટીસ રોગની ગંભીરતા વધી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *