Zoom મીટિંગમાં સેક્રેટરી સાથે મજા માણતો સરકારી અધિકારી પકડાયો

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આ મહામારીને કારણે તમામ લોકોનાં ધંધા-રોજગાર ભાંગી પડ્યા છે. જેને કારણે હાલમાં ઘણાં લોકો પોતાની ધંધાને લગતી અગયની બેઠકો ઓનલાઈન જ કરી રહ્યાં છે, ત્યારે હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે.

કોરોના વાયરસને લીધે ઘણી ઓફિસનું કામ ઓનલાઇન જ થઇ રહ્યું છે. બાળકોનાં ક્લાસથી લઇને ઓફિસની મીટિંગ પણ ઓનલાઇન થઇ રહી છે. જો, કે ટેક્નોલોજીની યોગ્ય માહિતી ન હોવી કે થોડી બેદરકારીને લીધે લોકોની બીજી એક્ટિવિટી પણ કેમેરામાં કેદ થઇ જાય છે.

જેના કેટલાંક ઉદાહરણો અગાઉનાં મહિનામાં સામે આવ્યા છે. આવા પ્રકારનું જ કંઇ ફિલીપિંસનાં એક સરકારી અધિકારીની સાથે થયું હતું. જ્યાં એક સરકારી અધિકારી કેમેરા પર પોતાની સેક્રેટરીની સાથે સેક્સ કરતો પકડાયો છે.કૈવિટે પ્રાંતમાં ફાતિમા દાસ ગ્રામ કાઉન્સિલનાં સભ્યોની ઝૂમ પર મીટિંગ ચાલી રહી હતી.

કામનાં ચક્કરમાં અધિકારીઓની આ મીટિંગ દરરોજ થતી હતી, પરંતુ 26 ઓગસ્ટે થયેલ મીટિંગ દરમિયાન કેપ્ટન જીસન એસ્ટિલ નામનાં અધિકારીથી એક મોટી ભૂલ થઇ ગઇ હતી. એસ્ટિલને એમ લાગ્યું હતું, કે મીટિંગ પૂર્ણ થઇ ગઇ છે તેમજ થોડી વાર બાદ બીજી મીટિંગ થશે પરંતુ તે મીટિંગ ચાલુ જ રહી ગઈ હતી.

એસ્ટિલ પોતાનો કેમેરો ઓન જ છોડીને ચાલ્યા ગયા હતાં તથા એ જ કેમેરામાં સેક્રેટરીની સાથે રોમાન્સ કરવાં લાગ્યા હતાં. આ દરમિયાન તમામ કર્મચારીઓ કોન્ફરન્સ કોલ પર લાઇવ હાજર હતાં. એમાંથી એક સ્ટાફે પોતાનાં ફોનમાં એસ્ટિલનો વીડિયો બનાવી લીધો હતો.

થોડા સમય બાદ એસ્ટિલને મીટિંગ ફરી જોઇન કરવાનો ખ્યાલ આવ્યો હતો, ત્યારે એને જાણ થઇ કે એનો કેમેરો તો ચાલુ જ રહી ગયો હતો.જોત જોતામાં વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાઈરલ થઇ ગયો હતો. ત્યારબાદ ઘણાં લોકોએ અધિકારી પર ઘણો ગુસ્સો પણ ઉતાર્યો હતો.

ઘણાં લોકોએ તો એસ્ટિલની સામે અરજી પણ દાખલ કરાવી હતી. મામલાને તૂલ પકડતા જોઇને આંતરિક તેમજ સ્થાનીય સરકારનાં વિભાગે જણાવતાં કહ્યું હતું, કે એલ્ટિલને નોકરીમાંથી ઝડપથી કાઢી નાખવામાં આવશે.રિચર્ડ જિરોનિમો નામના એક અધિકારીએ જણાવતાં કહ્યું હતું, કે અધિકારી તથા એની સેક્રેટરીએ એમની આ હરકતની માટે માફી પણ માંગી છે પરંતુ આ કોઈ સાધારણ બાબત નથી તેમજ એની સજા પણ એમને જરૂર મળશે.

વીડિયો સામે આવ્યા બાદ એસ્ટિલ તેમજ એની સેક્રેટરી બંને ઓફિસ પણ જઇ રહ્યા નથી. થોડા દિવસ અગાઉ જ બ્રાઝીલમાં આવેલ રિયો ડી જાનેરોમાં આવાં જ પ્રકારની ઘટના બની હતી. જ્યાં વર્ચ્યુઅલ કાઉન્સિંગ મીટિંગ દરમિયાન એક કપલ અચાનક શારીરિક સંબંધ બાંધતા જોવાં મળ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *