જાણો કેટલુ ભાડું લઇ ગુજરાત સરકાર સરકારી બસ દોડાવશે: પ્રાઇવેટ બસચાલકોના મનસુબા પર પાણી ફર્યું

મૂળ સૌરાષ્ટ્રના વતનીઓને અને સુરત રહેતા લોકોને તેમના વતન પહોંચડવા માટે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં…

મૂળ સૌરાષ્ટ્રના વતનીઓને અને સુરત રહેતા લોકોને તેમના વતન પહોંચડવા માટે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં સુરતથી સૌરાષ્ટ્રના લોકોને વતન પહોંચાડવા માટે શરૂઆતમાં 200થી વધુ સરકારી બસો દોડાવવાની તૈયારી બતાવવામાં આવી છે. વતન જવા માંગતા લોકો પાસેથી માત્ર એક તરફનું ભાડું વસૂલી મુસાફરી કરાશે. ખાનગી બસો 400 કિલોમીટરનું રૂ. 1000 જેટલું ભાડું વસૂલ કરવાણી જાહેરાત કરી ચુક્યું છે ત્યાતે હવે એસટીમાં મુસાફરી માટે 500 થી 550 જેટલું ભાડું લેવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.

ઉલ્લેખનીય છે એ દિવાળીની સિઝનમાં પણ ગત વર્ષે સરકારે આવો નીરાન્ય કરીને જનતાને ઉઘાડી લુંટ થી બચાવી હતી. લોકડાઉનનો ફાયદો ઉઠાવીને પ્રાઇવેટ બસ ઓપરેટરોએ 1000 થી 1500 સીટ દીઠ નક્કી કર્યા હતા અને મલાઈ કમાઈ લેવાના મનસુબા વિચાર્યા હતા. પરંતુ ગુજરાત સરકારે એસટી બસ ફાળળવવાની જાહેરાત થતા જ હવે પ્રાઇવેટ પરિવહન ચાલવતા ઓપરેટરોના મનસુબા પર પાણી ફરી ગયું છે.

સુરતથી અન્ય જિલ્લામાં જવા ઈચ્છુક વ્યક્તિઓએ 30 વ્યક્તિઓનું ગૃપ બનાવી સુરત ST ડેપો ને લીસ્ટ આપવાનું રહેશે. પ્રવાસીઓને સીંગલ ભાડું જ ચૂકવવાનું રહેશે. તમામ પ્રકારની પરવાનગીઓ ST વિભાગ દ્વારા લેવામાં આવશે.
સાથે સાથે પ્રવાસ માટે સરકારશ્રી દ્વારા જાહેર કરેલ તમામ નીતિ નિયમોનું પાલન કરવાનું રહેશે.

આ બેઠકમાં સુરતમાં કેબિનેટ મંત્રી ગણપત વસાવા, મંત્રી ઈશ્વર પટેલ, મંત્રી કુમાર કાનાણી અને કલેક્ટર હાજર રહ્યા હતા. આ ઉપરાંત દાહોદ, મહેસાણા, અમદાવાદ, રાજકોટ, ભાવનગર, સહિત અન્ય જિલ્લાના કલેક્ટર અને મંત્રી બેઠકમાં હાજર હતા. આ બેઠક વિડીયો કોન્ફરન્સથી યોજાઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *