ગુજરાત(Gujarat): કોરોનાનો નવો પ્રકાર ઓમિક્રોન(Omicron) અત્યંત ખતરનાક માનવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં કોરોનાની સાથે સાથે હવે ઓમિક્રોને પણ હાહાકાર મચાવ્યો છે. દેશમાં રોકેટ ગતિએ કોરોના(Corona) આગળ વધી રહ્યો છે. તો ઓમિક્રોન પણ પાછળ રહેવાનું નામ નથી લઇ રહ્યો. ભારતમાં પણ ઓમિક્રોન હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે ઓમિક્રોનના કારણે ગુજરાતમાં પણ ડરનો માહોલ ફેલાઈ ગયો છે.
ગુજરાતમાં ઓમિક્રોન વેરિઅન્ટના દિવસેને દિવસે વધી રહેલા કેસને ધ્યાનમાં લઈને લેવાશે નિર્ણય:
ગુજરાત સહિત આખા દેશમાં કોરોના વાયરસનાં ઓમિક્રૉન વેરિયન્ટને લઈને ચિંતામાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં ઓમિક્રૉનનાં કેસ વધીને 30 નજીક પહોંચી ગયા છે અને ભારતમા આ નવો વેરિયન્ટ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. દિવસેને દિવસે વધતાં કેસોને લઈને અનેક રાજ્યોમાં ફરીથી પ્રતિબંધો લાદવાની શરૂઆત થઈ ગઈ છે.
ગુજરાતમાં પણ લાગુ થઇ શકે છે કડક નિયંત્રણ:
કેન્દ્ર સરકારે હાલમાં જ દેશના તમામ રાજ્યોને કડક નિયમો લગાવવા માટે આદેશ આપ્યા હતા. ગઇકાલે જ પ્રધાનમંત્રી મોદીએ પણ હાઇલેવલ મીટિંગ કરીને કેટલાય આદેશ આપ્યા છે. ત્યારે દિલ્હી, મધ્ય પ્રદેશ અને તેલંગાણા સહિતનાં રાજ્યોમાં કડકાઈથી નિયમો તો લાગુ પણ થઈ ગયા છે. ત્યારે ગુજરાત રાજ્યમાં પણ 31st માટે કડક નિયમો જાહેર કરવામાં આવે તેવી માહિતી સૂત્રો તરફથી મળી રહી છે.
હોટેલ અને રેસ્ટોરન્ટ પર લાગી શકે છે કડક નિયંત્રણ:
ગાંધીનગરનાં સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કેન્દ્રની સૂચનાનાં આધારે ગુજરાત સરકાર ટૂંક જ સમયમાં કેટલાક નવા નિયંત્રણો લાગુ કરવામાં આવી કરી શકે છે. 31 ડિસેમ્બરે જાહેરમાં થતી ઉજવણી પર કડક નિયંત્રણ લગાવવામાં આવી શકે છે અને સાથે જ હોટલ તથા રેસ્ટોરન્ટને લઈને કેટલાક કડક નિયમો બનાવવામાં આવી શકે છે.
જણાવી દઈએ કે ઓમિક્રોનના કારણે એવી આશંકા છે કે જાન્યુઆરીમાં દેશમાં કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધશે અને ફેબ્રુઆરીમાં કોવિડની ત્રીજી લહેર આવી શકે છે. આને ધ્યાનમાં રાખીને, અલ્હાબાદ હાઈકોર્ટે ગુરુવારે કેન્દ્ર સરકાર અને ભારતના ચૂંટણી પંચને ચૂંટણી રેલીઓ પર પ્રતિબંધ મૂકવા અને ચૂંટણીઓ મુલતવી રાખવા માટે વિચારણા કરવા વિનંતી કરી.
વાસ્તવમાં, 2022માં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. સાથે જ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વર્ષના અંત સુધીમાં ચૂંટણી યોજાઈ શકે છે. આવી સ્થિતિમાં કોર્ટનું કહેવું છે કે કોવિડની બીજી લહેરથી બોધપાઠ લઈને દેશમાં ચૂંટણી સ્થગિત કરવી જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.