રાજ્યમાં ભારે પવન સાથે વરસ્યો મેહુલિયો- સૌરાષ્ટ્રમાં પહેલા જ વરસાદમાં થયું ભારે નુકશાન

હાલ જબરદસ્ત ચોમાસા (Monsoon)ની શરૂઆત થઈ ગઈ છે. મેઘો મનમૂકીને વરસી રહ્યો છે. ત્યારે સમગ્ર ગુજરાત (Gujarat)માં રવિવારે સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. ગુજરાતમાં ઘણી જગ્યાએ ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. છેલ્લા ઘણા સમયથી વરસાદની રાહ જોઇ રહ્યા હતા. ત્યારે હવે વરસાદ વરસતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ભારે પવન સાથે વરસાદને કારણે રાહત સાથે નુકશાન પણ એટલું જ થયું હતું. ઘણી જગ્યાઓએ વીજપોલને ઘણું બધું નુકશાન થયું હતું.

સૌરાષ્ટ્રમાં 500 વીજપોલને નુકસાન:
ચોમાસાની શરૂઆતમાં જ ભારે નુકશાન થયું છે. સૌરાષ્ટ્રમાં એક જ દિવસમાં ભારે પવન સાથે વરસાદ વરસતા 500 જેટલા વીજપોલ ધરાશાયી થયા હતા. સમગ્ર સૌરાષ્ટ્રમાં 95થી વધુ ફીડર પણ નુકસાનગ્રસ્ત થયા હતા. જેના કારણે રાજકોટમાં ઠેર ઠેર વીજ પુરવઠો ખોરવાયાની સમસ્યા જોવા મળી. જાણવા મળ્યું છે કે, વીજળી ન હોવાની અંદાજિત 800થી વધારે ફરિયાદ નોંધાઇ હતી.

5 જુલાઇ સુધીમાં વરસાદી માહોલ:
આવી સ્થિતિમાં હવામાન વિભાગ દ્વારા ફરી આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં ચોમાસુ ધીમે ધીમે જામી રહ્યું છે, જેને કારણે 5 જુલાઇ સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળિયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાથી હળવો વરસાદ પડે તેવી શક્યતા છે.

ખાસ કરીને દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે જયારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાથી લઇને હળવો વરસાદ પડવાની શક્યતા હોવાથી ગરમી અને બફારાથી રાહત મળી શકે, તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.  સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર, દ્વારકા અને ગીર સોમનાથમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ આજે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *