પોરબંદરમાં શિક્ષક બન્યો હેવાન: સરકારી શાળાના શિક્ષકે બાળકી પર આચર્યું દુષ્કર્મ, જાણો વિગતે

Porbandar Crime News: પોરબંદર જિલ્લાના મંડેર ગામની સરકારી શાળામાં કામ કરતા એક શિક્ષકે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું. આ શિક્ષક પર એક 13 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ (Porbandar Crime News) આચર્યું છે. આ ઘટના બાદ સમગ્ર પંથકમાં અને શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

પીડિત બાળકીના વાલીએ માધવપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી શિક્ષક વિપુલ ગોહેલ સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે આરોપીને ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે.

શિક્ષકે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું
મળતી માહિતી અનુસાર, પોરબંદરમાં એક શિક્ષકે 13 વર્ષની બાળા પર દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં ચકચારી મચી જવા પામી છે. પોરબંદર જિલ્લાના મંડેર ગામે 13 વર્ષની બાળકી પર શિક્ષકે આચર્યું દુષ્કર્મ આચરતા પોરબંદર શિક્ષણજગત શર્મસાર થઈ જવા પામ્યું છે.

પોરબંદરના મંડેર ગામે સરકારી શાળાના શિક્ષકે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે માધવપુર પોલીસ સ્ટેશનમાં પોકસો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગોહેલ વિપુલ નામના શિક્ષકે માસુમ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે માધવપુર પોલીસ સ્ટેશનમાં 64(2)I.F.M.,351(3) POCSO 4.6.8 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો.

પોલીસે તપાસ હાથ ધરી
આ ઘટના બાદ શિક્ષણ જગતમાં ભારે આંચકો લાગ્યો છે. લોકોમાં રોષની ભાવના જોવા મળી રહી છે. શિક્ષક જેવો વ્યક્તિ આવું કૃત્ય કરે તેવી કોઈને અપેક્ષા ન હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.