હાલમાં કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે. આવા સમયની વચ્ચે બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં તેમજ સમગ્ર દેશમાં શાળા-કોલેજો બંધ રાખવામાં આવી હતી. જો કે, હવે પરીસ્તિથી થોડી કાબુમાં આવી જતાં શાળા-કોલેજોની શરૂઆત થવાંની સંભાવના રહેલી છે.
રાજ્યમાં શાળા-કોલેજોની શરૂઆત કરવી કે નહિ એ બાબત પર અંતિમ નિર્ણય રાજ્ય સરકાર પર રાખવામાં આવ્યો હતો. હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. મળેલ જાણકારી પ્રમાણે સ્કુલ-કોલેજો જાન્યુઆરી મહિનામાં શરૂ થઇ શકે છે. સ્કુલ-કોલેજ જાન્યુઆરી મહિનાનાં પ્રથમ સપ્તાહથી શરૂ થઇ શકે છે. રાજ્યની તમામ શાળા-કોલેજો 15 જાન્યુઆરીથી શરૂ થઇ શકે છે.
રાજ્યની બધી યુનિવર્સિટી પણ ધમધમતી કરવાનો વ્યૂહ જાન્યુઆરી મહિનાનાં મધ્યમાં શૈક્ષણિક સત્રની શરૂઆત થાય તેવા સંકેત જોવા મળી રહ્યાં છે. કોરોના કાબુમાં આવી જતાં સરકાર શાળા-કોલેજોની શરૂઆત થાય એનાં પર વિચારણા કરી રહી છે. ધોરણ 10 તથા 12ની પરીક્ષા અંગે પણ ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.
અન્ય ધોરણમાં ફરી એકવાર માસ પ્રમોશન અંગે પણ વિચારણા થઈ શકે છે. કેબિનેટમાં રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે. આની સાથે આ બાબત પર આગળની જાહેરાત ટુંક સમયમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle