Government Buy Summer Crops: ગુજરાતના ખેડૂતો માટે એક સારા સમાચાર મળી રહ્યા છે. ઉનાળુ પાક ખેડૂતો પાસેથી ખરીદવા માટે રાજ્ય(Government Buy Summer Crops) સરકકરે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. તેમાં ઘઉંનો પ્રતિ ક્વિન્ટલ ભાવ રૂ. 2275 તથા બાજરીનો પ્રતિ ક્વિન્ટલ ભાવ રૂ. 2500 અને જુવારનો પ્રતિ ક્વિન્ટલ ભાવ રૂ. 3180 રાખવામાં આવ્યો છે.
રાજ્ય સરકાર આ તારીખથી ઉનાળુ પાક ખરીદશે
આ સિવાય મકાઈના ભાવની વાત કરવામાં આવે તો તિ ક્વિન્ટલ ભાવ રૂ. 2090 રહેશે. ઉપરાંત સરકાર દ્વારા ક્વિંટલ દિઠ રૂ. 300 બોનસ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ માટે આવતીકાલથી ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. તેમજ રાજ્ય સરકાર 15 માર્ચથી ઉનાળુ પાક ખરીદશે. મકાઈનો પ્રતિ ક્વિન્ટલ ભાવ રૂ. 2090 રહેશે. તેમજ ક્વિંટલ દિઠ રૂ. 300 બોનસ રાજ્ય સરકાર આપશે. તથા વીસીઈ મારફતે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આવતીકાલથી ઓનલાઇન રજીસ્ટ્રેશન શરુ થશે. તેમજ 15 માર્ચથી રાજ્ય સરકાર ઉનાળુ પાક ખરીદશે.
મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ આપી પ્રતિક્રિયા
મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યુ હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા આ પોષણક્ષમ ભાવો નિયત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ બાજરી તથા જુવારની ખરીદી માટે પ્રતિ ક્વિન્ટલ રૂ.300/-બોનસ પણ જાહેર કરવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરેલ લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવાની ઈચ્છા ધરાવતા ખેડૂતોએ રાજ્ય સરકારના FPP -(Farmers Procurement Portal) પોર્ટલ પર ફરજીયાત ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. આ માટે ખેડૂતો મિત્રો આવતીકાલે એટલે કે તા.27/02 થી 31 માર્ચ 2024 સુધી ગ્રામીણ કક્ષાએ VCE મારફતે તેમજ તાલુકા કક્ષાએ નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનો ખાતે ઓનલાઈન નોંધણી કરાવી શકશે.રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી આગામી તા.૧૫ માર્ચ ૨૦૨૪થી કુલ ૧૯૬ ખરીદ કેન્દ્રો-ગોડાઉન પરથી ખરીદી કરવામાં આવશે.
અગાઉ સરકારે ટેકાના ભાવે તુવેર, ચણા, રાયડો ખરીદ્યો હતો
અગાઉ સરકારે ટેકાના ભાવે તુવેર, ચણા, રાયડો ખરીદ્યો હતો. તેમાં ઈ-ગ્રામ કેન્દ્રોથી ઓનલાઈન નોંધણી કરવામાં આવી હતી. તુવેર પ્રતિ ક્વિન્ટલના 7000, ચણાના રૂ. 5540 મળ્યા હતા. રાયડો પ્રતિ ક્વિન્ટલ રુ. 5650ના ભાવે ખરીદાયો હતો. રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App