પશુપાલન માટે સરકાર આપશે લાખો રૂપિયા, યોજનાનો લાભ મેળવવા આ રીતે કરો અરજી

Pashupalan Loan Yojana 2024: ગુજરાતમાં ખેતીની સાથે પશુપાલકનો વ્યવસાય પણ કરવામાં આવે છે. ત્યારે સરકાર દ્વારા ખેડૂતો અને પશુપાલકોમાટે અનેક યોજનાઓ શરુ કરી છે. આ યોજના દ્વારા સરકાર પશુપાલકોની આર્થિક સહાય આપી તેમની મદદ કરી રહી છે. ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને પશુ લાવવા માટે આર્થિક મદદ મળી રહે તે માટે પશુપાલન યોજના(Pashupalan Loan Yojana 2024) અમલમાં મૂકી છે. તો ચાલો જાણીએ આ યોજના માટે તમે કેવી રીતે અરજી કરી શકો છો. આ સાથે જ તમને આ યોજનાથી શું શું લાભ મળી શકે છે.

રાજ્ય સરકારે ખેડૂતોને આર્થિકરૂપે મદદરૂપ થવા માટે અનેક યોજનાઓ શરુ કરી છે. ખેડૂતો અને પશુપાલક પોતાના ઘરે તબેલો બનાવવા માટે સરકાર તરફથી રૂપિયા 12 લાખ સુધીની સહાય આપવાની યોજના અમલમાં મૂકી છે. પશુપાલનનાં વ્યવસાય સાથે સંકળાયેલા લોકો આ યોજના થકી તેઓનો વિકાસ થાય તે માટે સરકાર દ્વારા પશુપાલનનાં વ્યવસાય સાથે સંકળાયેલા લોકો વધુમાં વધુ આ યોજનાનો લાભ લઈ શકે તે માટે ઓનલાઈન અરજી તેમજ ઓફલાઈન અરજી કરી શકશે.

જાણો કેવી રીતે કરશો ઓનલાઈન અરજી
રાજ્ય સરકાર દ્વારા પશુપાલકોનાં વ્યવસાયને વેગ મળે તેમજ પશુપાલકોનો વિકાસ થાય તેવા ઉદ્દેશ્યથી પશુપાલન યોજનાં 2024 શરૂ કરી હતી. ખેડૂત આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન તેમજ ઓફલાઈન બંને રીતે https://ikhedut.gujarat.gov.in/ અરજી કરી શકે છે.

ખેડૂતો અને પશુપાલન યોજના 2024નો લાભ લેવા માટે અરજી વખતે જરૂરૂ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનાં રહેશે. જેમાં લાભાર્થીનું આધારકાર્ડ, પાનકાર્ડ, જમીનનાં દસ્તાવેજ, તેમજ જે તે પશુની માલિકીનું પ્રમાણપત્ર અને લાભાર્થી નાગરિકનો પાસપોર્ટ સાઈઝનો ફોટો અરજી કરતી વખતે અપલોડ કરવાનો રહેશે.

તમે ઓફલાઈન અરજી પણ કરી શકો છો. જેના માટે લાભાર્થીઓ જીલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીની મુલાકાત લો. કચેરીમાં પહોંચ્યા બાદ તમારી પાસે તબેલો છે કે નહી તેમજ કેટલા ઢોર છે. તેની માહિતી જણાવ્યા બાદ આપને આ યોજનાની વધુ જાણકારી મળશે. જે બાદ તમને આ યોજનાનું અરજી ફોર્મ આપવામાં આવશે. જે અરજી ફોર્મમાં માંગ્યા મુજબની માહિતી ભરો. તેમજ અરજી સાથે જરૂરી દસ્તાવેજોની ઝેરોક્ષ જોડો. જે બાદ ફોર્મ ખેતીવાડી અધિકારીની કચેરીને આપો. જે બાદ દસ્તાવેજો ચકાસણી કર્યા બાદ તમારી લોનની રકમ મંજુર કરવામાં આવશે.