Gujarat Health Worker Protest: અનેકવાર રજૂઆત કર્યા પછી પણ પ્રશ્નો ઉકલાયાં નથી પરિણામે આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ (Gujarat Health Worker Protest) પાડી છે. દસ દિવસ પછી પણ અચોક્કસ મુદતની હડતાળ યથાવત રહી છે. આ દરમિયાન, ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીએ વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યુ છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓએ ગાંઘીનગરમાં ધામા નાખ્યા છે.
બે હજારથી વધુ આરોગ્ય કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા
આંદોલનકારી આરોગ્ય વિભાગના કર્મચારીઓ સામે પગલાં ભરવાનું રાજ્ય સરકારે શરૂ કર્યુ છે. જેના ભાગરૂપે આઠ જિલ્લામાંથી કુલ મળીને બે હજારથી વધુ આરોગ્ય કર્મચારીઓને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. આ જોતાં આરોગ્ય કર્મચારીઓ અને સરકાર વચ્ચે ટકરાવ વકર્યો છે. આરોગ્ય કર્મચારીઓએ આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવા ચિમકી ઉચ્ચારી છે.
એક હજારથી વધુ કર્મચારીઓની ખાતાકીય તપાસના આદેશ જારી
દરમિયાન, રાજ્ય આરોગ્ય વિભાગે એક હજારથી વધુ કર્મચારીઓની ખાતાકીય તપાસના આદેશ જારી કર્યાં છે. તપાસના અંતે ટર્મીનેટ કરવા હુકમ કરવામાં આવશે. આરોગ્ય વિભાગના અલ્ટીમેટમને પગલે ઘણાં કર્મચારીઓ ફરજ પર હાજર થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. બીજી બાજુ, આરોગ્ય કર્મચારી સંઘે પણ ચિમકી ઉચ્ચારી છે, બે દિવસ દરમિયાન જો સરકાર વાટાઘાટો માટે આમંત્રણ નહી પાઠવે તો રાજ્યભરમાં ઉગ્ર આંદોલન કરાશે. હાલ આઠ જિલ્લામાંથી 2 હજારથી વધુ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરાયાં છે. પાંચ હજારથી વધુ કર્મચારીઓને શો કોઝ નોટિસ અપાઇ છે.
આરોગ્ય કર્મચારીઓની હડતાળને અન્યાયી ગણાવી
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય કર્મચારીઓની હડતાળને અન્યાયી ગણાવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગે કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી. પરંતુ આરોગ્ય કર્મચારીઓ કેટલીક માંગણીઓ પર અડગ રહ્યા. આરોગ્ય કર્મચારીઓ તેમના પડતર પ્રશ્નોના ઉકેલ માટે તૈયાર ન હતા. અને તેથી જ સરકાર આરોગ્ય કર્મચારીઓની મનમાની પર નહીં પણ કડક પગલાં લઈને એક્શનમાં આવી છે.
આરોગ્ય એક કટોકટી સેવા છે, તેથી જ આસામ કાયદો બનાવવામાં આવ્યો છે. સરકારનું ધ્યાન ફક્ત એક વિભાગ કે કેટલાક ક્ષેત્રો પર નથી. સરકારનું ધ્યાન તમામ ક્ષેત્રોમાં લોકોની સમસ્યાઓ અને મુદ્દાઓ પર છે. અને તેથી જ આરોગ્ય કર્મચારીઓ માટે સરકારી વહીવટ વિશે વિચાર્યા વિના આ રીતે હડતાળ પર જવું યોગ્ય નથી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App