Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના પાંચમા દિવસે, પ્રમુખસ્વામી મહારાજ નગર(Pramukh Swami Maharaj Nagar)માં વિશાળ ભક્તમેદનીથી છલકાતાં નારાયણ સભાગૃહમાં અનેકવિધ ક્ષેત્રના અગ્રણીઓ ‘ગુરુભક્તિ દિન’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખસ્વામી મહારાજના ગુરુભક્તિમય જીવન અને કાર્યને દર્શાવતાં આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું અને જેના દ્વારા વિશ્વના લાખો લોકોએ લાભ લીધો હતો.
અમે જણાવી દઈએ કે, પારાયણ પૂજન વિધિ અને ભગવાનના નામ-સ્મરણ-ધૂન સાથે સાંજે 5.15 વાગ્યે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ‘ગુરુદેવ તુમ્હારે ચરણ’ મેં કીર્તન પર સંગીત વૃંદ દ્વારા વિરલ ગુરુ એવા પ્રમુખસ્વામી મહારાજને પ્રાર્થના-અંજલિ આપવામાં આવી હતી.
‘આદર્શ ગુરુભક્ત પ્રમુખસ્વામી મહારાજ’ વિષયક વિશિષ્ટ વિડીયો દ્વારા પ્રમુખસ્વામી મહારાજની અનન્ય ગુરુભક્તિ વિષયક પ્રસ્તુતિ કરવામાં આવી હતી અને સંધ્યા કાર્યક્રમમાં આમંત્રિત દિગ્ગજોમાંથી જે મહાનુભાવોએ પ્રમુખસ્વામી મહારાજ સાથેના તેમના સંસ્મરણો અને પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય જીવન અને કાર્યના તેમના પર પડેલા ઊંડા પ્રભાવ વિશે અંજલિ અર્પણ કરી હતી.
ગોવિંદ ધોળકિયા પ્રમુખસ્વામીને અંજલિ અર્પણ કરતા જુઓ શું કહ્યું:
રામકૃષ્ણ એક્ષ્પોર્ટસના ફાઉન્ડર ગોવિંદ ધોળકિયાએ કહ્યું હતું કે, પ્રમુખસ્વામી મહારાજને જીવનમાં ઘણીવાર મળવાનું થયું એ મારા જીવનનું પરમ સૌભાગ્ય છે. પ્રમુખસ્વામી મહારાજે નાની વાવડી ગામમાં 1 દિવસ પધરામણી કરી તેમાં 80 ઘરો સત્સંગી થઈ ગયા એટલો પ્રમુખસ્વામી મહારાજનો પ્રભાવ હતો. 1982 માં એન્ટબર્ગ એરપોર્ટ પર મેં પ્રથમ વખત પ્રમુખસ્વામી મહારાજનાં દર્શન કર્યા હતાં તે મને આજે પણ યાદ છે.
જણાવી દઈએ કે, વર્તમાન કાળે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની નિશ્રામાં BAPS સંસ્થા 160 કરતાંય વધુ પ્રવૃતિઓથી પ્રત્યેક માનવના સર્વતોમુખી ઉત્કર્ષ માટે અભૂતપૂર્વ આધ્યાત્મિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાઓની ભાગીરથી વહાવી રહી છે. નૈતિક મૂલ્યોનું પ્રસારણ હોય, વ્યસનમુક્તિ હોય, પર્યાવરણ સંરક્ષણ હોય કે આદિવાસી ઉત્થાન હોય, પ્રમુખસ્વામી મહારાજની કરુણા પ્રત્યેક વર્ણ-વય, જ્ઞાતિ-જાતિ, દેશ-વેશ અને ધર્મ-કર્મની વ્યક્તિઓ પર વરસી છે.
અમે તમને જણાવી દઈએ કે, 1200 કરતાં વધુ મંદિરોના સર્જનથી, 5000 થી વધુ સત્સંગ કેન્દ્રો દ્વારા, 100 થી અધિક શાળાઓ અને હૉસ્પિટલોના નિર્માણથી પ્રમુખસ્વામી મહારાજે વિશ્વનું કલ્યાણ કર્યું છે. પવિત્રતાથી પરિપૂર્ણ એવા પ્રમુખસ્વામી મહારાજ દ્વારા નિર્મિત 1100 કરતાં વધુ સંતો, 7,050,00 કરતાં વધુ લખાયેલાં પત્રો, 17,000 થી વધુ ગામોમાં કરાયેલા વિચરણ અને 2,050,00 કરતાં વધુ ઘરોમાં પધરામણી દ્વારા તેમણે લાખો મનુષ્યોનું જીવન ધન્ય કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.