આઝાદી પછી આ દેશના ઘણા વડાપ્રધાન મળ્યા. કોઈને વિકાસની ગતિ ધીમી હશે તો, કોઈને ફાસ્ટ પણ હશે પરંતુ વિકાસ અવિરત રીતે થયો છે. દેશના વિકાસમાં સરકારની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની છે. લોકો કાળી મજૂરી કરે છે, ખેતી ખેત મજૂરી કરે છે કે કોઈ ઉદ્યોગો નાખે છે. દરેકની ચિંતા શાસન વ્યવસ્થામાં થઈ છે. કદાચ પ્રમાણ ઓછા વધુ હોઈ શકે.
આ ઉપરાંત, હાલમાં ભારત દેશ સતત કર્જમાં ડૂબી રહ્યો છે. આ દરમ્યાન પણ મોદી સરકાર સરકારી કંપનીઓનું ખાનગીકરણ કરી રહી છે. ખાનગીકરણની દિશામાં સરકારે એક વધુ પગલું આગળ વધારીને નેશનલ ફર્ટીલાઇઝર લિમિટેડ એટલે કે એનએફએલમાં 20 ટકા હિસ્સો વેચવાની તૈયારી કરી છે. આ વેચાણ ઓફર ફોર સેલ હેઠળ કરવામાં આવશે. આ વિનિવેશન માટે સરકારે મર્ચન્ટ બેન્કર પાસે શેર સેલિંગને મેનેજ કરવા માટે બોલી મંગાવી છે. મર્ચન્ટ બેંકર 2 માર્ચ સુધી બોલી લગાવી શકે છે.
ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એસેટ મેનેજમેન્ટ યાની દિપમ ને બોલી પ્રક્રિયા સંદર્ભે એક નોટિફિકેશનની પણ જાહેરાત કરી છે. માનવામાં આવી રહ્યું છે. સરકાર આ બોલીથી 400 કરોડનું ફંડ ભેગું કરી શકે છે. હાલમાં આ કંપનીનો શેરનો ભાવ 41.65 રૂપિયા ચાલી રહ્યો છે અને માર્કેટ કેપ 2000 કરોડ રૂપિયા છે. સરકાર 20 ટકા હિસ્સાનું વેચાણ કરે તો ખાતામાં 400 કરોડ રૂપિયા આવશે. હાલમાં આ કંપનીમાં સરકારનો હિસ્સો 74.71 ટકા છે.
નેશનલ ફર્ટીલાઇઝર લિમિટેડ એટલે કે એનએફએલ કંપનીની સ્થાપના 1974માં થઈ હતી. કંપનીના હજુ સુધી 3339 રેગ્યુલર કર્મચારી છે. આ સમયે કંપનીના પાંચ એમોનિયા યુરિયા પ્લાન્ટ છે. આ કંપનીની ગણતરી નાની રત્ન કંપનીઓમાં થાય છે. કંપનીના 25 ટકા શેર તો ફાયનાન્સિયલ ઇન્સિટ્યૂટ પાસે છે.
ચાલુ નાણાંકીય વર્ષમાં સરકારે ખાનગીકરણ અને વિનિવેશનો લક્ષ્યાંક 2.1 લાખ કરોડ રાખ્યો છે. નાણાકીય વર્ષ 2021-22 માટે તે લક્ષ્ય 1.75 લાખ કરોડ રૂપિયા છે. આગામી દિવસોમાં સરકાર ઘણી કંપનીઓમાં વેચાણ માટે આગળ વધશે. વી.એસ.એન.એલ. સરકારની 26.12 ટકા હિસ્સો વેચવા જઈ રહી છે. આ કંપનીનું નામ હવે ટાટા કમ્યુનિકેશન્સ છે. સરકાર આ ડીલ હેઠળ 8000 કરોડનું ફંડ ભેગું કરી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle