GPSC Exam: સરકારી નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવારો માટે મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC Exam) વર્ષ 2025નું ભરતી કેલેન્ડર જાન્યુઆરી મહિનામાં જાહેર કરવામાં આવી શકે છે. તેવી માહિતી GPSCના ચેરમેન હસમુખ પટેલે આપી છે.
હસમુખ પટેલે કર્યું ટ્વીટ
GPSCના ચેરમેન હસમુખ પટેલે ‘X’ પર લખ્યું કે, ‘GPSC વિભાગો સાથે પરામર્શ કરી રહી છે તે પૂર્ણ થતા જાન્યુઆરી માસના અંત સુધીમાં આવતા વર્ષનું ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવશે.’ હસમુખ પટેલે અન્ય એક ટ્વિટ કરીને લખ્યું કે, ‘GPSCની પરીક્ષાઓમાં પારદર્શક પાણીની બાટલી ઉમેદવાર પરીક્ષા ખંડમાં લઈ જઈ શકશે. તેના પર કોઈ લેબલ કે લખાણ ના હોવું જોઈએ જેથી તેનો ઉપયોગ કોઈ માહિતી લખવા માટે ન કરી શકાય.’
GPSC દ્વારા આ અંગેની માહિતી આયોગની વેબસાઈટ https://gpsc.gujarat.gov.in/ પર અથવા સત્તાવાર ટ્વિટર હેન્ડલ GPSC OFFICIAL પર મળતી રહેશે.
કુલ 2800 જગ્યા માટે પરીક્ષાનું આયોજન
આપને જણાવી દઈએ કે કુલ 2800 જગ્યા માટે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા કુલ 11 પરીક્ષાઓ લેવામાં આવશે. પ્રાથમિક કસોટી 23 ફેબ્રુઆરીના રોજ લેવામાં આવશે. જીપીએસસી દ્વારા રજૂ કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ અધિક સિટી ઈજનેર, મદદનીશ ઈજનેર, નાયબ કાર્યપાલક ઈજનેર, મદદનીશ બાગાયત નિયામક અને ગ્રાહક સુરક્ષા અધિકારી જેવા પદો માટેની આ પરીક્ષાની છે. જેની તારીખો જાહેર કરવામાં આવી છે.
જીપીએસસી વિભાગો સાથે પરામર્શ કરી રહી છે તે પૂર્ણ થતા જાન્યુઆરી માસના અંત સુધીમાં આવતા વર્ષનું ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવશે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) December 15, 2024
જીપીએસસીની પરીક્ષાઓમાં પારદર્શક પાણીની બાટલી ઉમેદવાર પરીક્ષા ખંડમાં લઈ જઈ શકશે. તેના પર કોઈ લેબલ કે લખાણ ના હોવું જોઈએ જેથી તેનો ઉપયોગ કોઈ માહિતી લખવા માટે ન કરી શકાય
— Hasmukh Patel (@Hasmukhpatelips) December 15, 2024
વર્ગ 1 અને વર્ગ 2ની પરીક્ષા ક્લબ કરવામાં આવી
જીપીએસસીના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા આ પરીક્ષાની તારીખોને લઈને જાહેરાત કરવામાં આવી છે. જેમાં મુખ્ય મુદ્દો એ છે કે વર્ગ 1 અને વર્ગ 2ની પરીક્ષાઓ ક્લબ કરવામાં આવી છે. જ્યારે વર્ગ 3 ની પરીક્ષા અલગથી લેવાશે. સમગ્ર મામલે ઝડપથી ભરતી પ્રક્રિયા થાય તેને અનુલક્ષીને પરીક્ષા માટે આ રીતનું સમયપત્રક તૈયાર કરાવવામાં આવ્યું છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App