રાજસ્થાનના બાડમેરમાં પિતા અને પુત્રએ ભેગા મળી માતાને ઢોર માર માર્યાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે બાઈક પર બેઠેલી એક મહિલા અને તેના પતિ વચ્ચે કોઈ બાબતે થોડી બોલાચાલી થઈ હતી. આ દરમિયાન ત્યાં પુત્ર આવ્યો હતો તો તેણે માતાને જમીન પર નીચે પટકીને માર માર્યો હતો. આ ઘટનામાં ત્યાં હાજર એક વ્યક્તિએ તેનો વીડિયો પોતાના ફોનમાં ઉતારી લીધો હતો. સમગ્ર ઘટના બાદ મહિલા માર માર્યાની ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન પહોંચી હતી, જોકે પોલીસે રાત સુધી આ બાબતે કોઈ ફરિયાદ નોંધી નહોતી.
માને ડોક પકડીને જમીન પર પછાડી, પતિ પણ સતત થપ્પડ મારતો રહ્યો | મહિલા રાત સુધી પોલીસ સ્ટેશનમાં બેસી રહી #trishulnews #topnewstoday #viralnews #like #media #trending #newspaper #update #dailynews #newsupdate pic.twitter.com/HNwXHIpaqY
— Trishul News (@TrishulNews) November 27, 2021
જોકે આ માર માર્યા હોવાનો વીડિયો જ્યારે પોલીસ અધિકારીઓ સુધી પહોચ્યો હતો ત્યારે જ સમગ્ર મામલાને ધ્યાને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદ નોંધ્યા બાદ પોલીસ મહિલાના પતિ અને તેના પુત્ર અંગે આગળની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, મહિલા જાલોરના ભીનમાલની પાસેના ગામ ભાડીની રહેવાસી છે. પીડિતા પપ્પૂદેવી પોતાના પતિ મોહનલાલ અને તેના બે પુત્રની સાથે છેલ્લા ચાર-પાંચ વર્ષથી ધોરીમન્નામાં રહે છે.
વધુમાં પીડિતાએ જણાવતા કહ્યું છે કે, બુધવારના રોજ કોઈ વાતને લઈને પતિ-પત્ની વચ્ચે શાબ્દિક બોલાચાલી થઇ હતી અને ત્યાર બાદ તેનો પતિ તેની સાથે ખુબ જ ખરાબ વર્તન કરવા લાગ્યો હતો. જયારે પતિ અને પત્નીની વચ્ચે બોલાચાલી થઈ હતી. તે દરમિયાન તેમનો પુત્ર ત્યાં આવ્યો હતો અને બાઈક પરથી તેમની માતાને ઘસેડીને બાઈક પરથી ઉતારી દીધી હતી અને ત્યાર બાદ પુત્રએ પોતાની માતાને માર માર્યો હતો. આ જોઈને પિતાએ પણ પુત્રની સાથે સાથે તેની પત્નીને માર મારવાનું શરુ કર્યું હતું. પિતા અને પુત્રએ મળીને મહિલાની સાથે ધક્કા-મુક્કી કરીને ઝાપટો ઝીંકી દીધી હતી. એટલી હદ સુધી કે પુત્રએ પણ પોતાની માતાની ડોક પકડીને માતાને થપ્પડો મારી દીધી હતી. આ દરમિયાન મહિલાએ પણ પોતાના પતિ અને પુત્રથી પોતાનો બચાવ કરવા માટે પથ્થરો પણ ફેંક્યા હતા.
સમગ્ર ઘટનાને ધ્યાને લઈને પીડિતાએ આરોપ લગાવ્યો છે કે, આ ઘટનાક્રમ બાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા છતાં પણ પોલીસે રાતે 8 વાગ્યા સુધી પીડિત મહિલાનો ફરિયાદ નોંધી ન હતી. મળતી માહિતી મુજબ, બીજી તરફ બન્યું એવું કે, આ મારામારીનો વીડિયો કોઈએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો હતો, આ વાયરલ થઇ રહેલા વિડીયો પોલીસ અધિકારીઓ સુધી પહોંચી ગયો હતો. જેને જોતા એસપી દીપક ભાર્ગવે જણાવતા કહ્યું હતું કે, આ ઘટના જયારે પ્રકાશમાં આવી ત્યાર પછીથી પીડિતાના જણાવ્યા અનુસાર, ફરિયાદ દાખલ કરીને તે મહિલાના પિતા અને તેના પુત્રની શોધખોળ શરુ કરી દેવામાં આવી છે અને પોલીસતંત્ર દ્વારા ઘટનાને લગતી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.