દાદાએ કર્યા સાત વર્ષની પુત્રી સાથે ન કરવાના કામ, જાણો દીકરીએ…

Published on: 6:15 pm, Sun, 30 June 19

સાત વર્ષની સાવકી પૌત્રીને અડપલાં કરી દુષ્કર્મ આચરનાર દાદાની ગોમતીપુર પોલીસે ધરપકડ કરી છે. બીજા લગ્ન કરનાર પુત્રવધુએ સસરા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી ભોગ બનનારનું મેડિકલ કરાવી તેનું મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવડાવાની કાર્યવાહી શરૂ કરી છે.

શહેરના ગોમતીપુર વિસ્તારમાં રહેતી યુવતીના પ્રથમ લગ્ન આઠ વર્ષ પહેલાં થયા હતા. જેનાથી તેણે સાત વર્ષની દીકરી પણ છે. પરંતુ પ્રથમ પતિ સાથે મનમેળ ન થતા થોડા સમય મહેલા યુવતીએ છુટાછેડા લઇ લીધા હતા અને ત્રણ મહિના પહેલાં ગોમતીપુરના એક યુવક સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ સાત વર્ષની દિકરીને સાથે લઇ યુવતી સાસરે રહેવા લાગી હતી. સસરા પણ સાત વર્ષની સાવકી પૌત્રીને રમાડતા હતા.

Age by age guide to talking to kids about sex - Trishul News Gujarati Breaking News

25 જૂનના રોજ યુવતીના મામા સસરાનું અવસાન થતા તે ત્યાં અંતિમવિધિમાં ગઇ હતી. ત્યાંથી યુવતી રાત્રે પરત આવી ત્યારે પાડોશી અને માતાએ ઘરે બોલાવી હતી. જેથી યુવતી માતાના ઘરે પહોંચી હતી. ત્યારે સાત વર્ષીય દિકરીએ પેશાબના ભાગે બળતરા થતા હોવાની ફરિયાદ કરી હતી.

જેથી દીકરીની પુચ્છા કરતા તેણીએ જણાવ્યું હતું કે, જ્યારથી નવા પપ્પાના ઘરે આવી છું ત્યારથી દાદા રમાડતા રમાડતા ગંદી ગંદી વાતો કરે છે અને શરીરના જુદા જુદા ભાગે હાથ ફેરવે છે. ઉપરાંત પેશાબની જગ્યાએ આંગળી નાંખે છે, જેથી બળતરા થાય છે. આ અંગે સસરાને ઠપકો આપતા સસરાએ ઉલટા ચોર કોતવાલ કો દંડે તેવી સ્થિતિ ઉભી કરી યુવતીએ ઘરમાંથી કાઢી મૂકી હતી. જેથી આ અંગે યુવતીએ સસરા સામે ગોમતીપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સસરાની ધરપકડ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.