કહેવાય છે કે પ્રેમની કોઈ ઉંમર નથી હોતી.આ એવી બાબત છે જે ન તો વય કે ન તો ધર્મ જુએ છે. આ એવી વસ્તુ છે જે કોઈપણ સમયે કોઈને પણ થાય છે.અમેરિકાના 24 વર્ષીય કુરન મેકકેન અને 61 વર્ષીય ચેરીલ મેકગ્રેગર આ વાતને સાબિત કરે છે. બંને વચ્ચેનું 37 વર્ષનું અંતર છે, પરંતુ પ્રેમ અકબંધ છે.
ડેઇલી મેઇલના એક અહેવાલ અનુસાર, ચેરિલ કુરાનને 15 વર્ષની ઉંમરે મળી હતી, ત્યારથી ચેરિલ કુરાન સાથે પ્રેમમાં પડી હતી, જે અત્યાર સુધી ચાલુ છે. બંને ઈન્ટરનેટ જગતમાં સૌથી રોમેન્ટિક કપલ છે. બંને પોતાનો પ્રેમ ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ પર શેર પણ કરે છે.
ચેરિલને 17 પૌત્રો છે. આ હોવા છતાં, તે હજી પણ કુરાનને ચાહે છે. તેના પ્રેમમાં ઘણા બધા દુશ્મનો પણ છે. તેઓ સોશિયલ મીડિયા પર ઘણી બધી નકારાત્મક ટિપ્પણીઓનો સામનો પણ કરી રહા છે, પરંતુ બંનેને કોઈ ફરક પડતો નથી. ડેઇલી મેઇલ મુજબ, ચેરિલે સૌ પ્રથમ કુરાન પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો,તેનો આ પ્રેમ કુરાને સ્વીકાર્યો પણ હતો. બંને એકબીજાને ખૂબ પ્રેમ પણ કરે છે. તેઓ સોશિયલ મીડિયા પર ઘણી રોમેન્ટિક તસવીરો પણ શેર કરે છે.
બંનેએ સાથે મળીને એક એડલ્ટ સાઈટ પણ બનાવી છે, આ સાઈટ દ્વારા બંને પૈસા કમાય છે.ચેરિલ તેમના સંબંધો વિશે જણાવે છે કે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. બંને પોતાના જીવનમાં ખૂબ જ ખુશ છે, હવે બંને જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે. એવું પણ કહેવાય છે કે પ્રેમ થતો નથી, તે થઈ જાય છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ અમેરિકાના આ યુગલો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.