સુરત(SURAT): ગુજરાત રાજ્યમાં આવેલા સુરત શહેરમાં એક ટ્રાફિક પોલીસની ઉમદા અને સરાહનીય કામગીરી સામે આવી છે. પરીક્ષા આપવા જવા માટે એક વિધાર્થીને મોડું થઇ ગયું હતું. વિધાર્થી પાસે રિક્ષા કરીને જવા માટે પૈસા પણ ન હતા. તેથી વિદ્યાર્થી નિરાશ મને ચાલતો ચાલતો પરીક્ષા આપવા માટે જઈ રહ્યો હતો. તે દરમિયાન ટ્રાફિક પોલીસના કર્મચારીએ તેની વ્યથા જાણી તાત્કાલિક પોતાની બાઈક પર બેસાડીને વિધાર્થીને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડ્યો હતો.
ધો 10ની બોર્ડની પરીક્ષાઓ આજથી જ શરુ થઇ ગઈ છે. ત્યારે એક સુરતના એક ટ્રાફિક પોલીસની એક ઉમદા કામગીરી કરી હોવાની ઘટના સામે આવી છે. બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓના હિત માટે નવતર અભિગમ ટ્રાફિક પોલીસ દ્વારા અપનાવવામાં આવ્યો છે.
જે વિદ્યાર્થીઓ ટ્રાફિકમાં ફસાઈ તેમને પરીક્ષા સેન્ટર પર સમયસર પહોંચાડવાની જવાબદારી લેવામાં આવી છે અને હેલ્પલાઇન નંબર પણ શરૂ કર્યો છે. તેથી દરેક વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા સમયસર આપી શકે અને કોઈ અડચણ ન આવે તે માટે સુરતના ટ્રાફિક પોલીસે પુરતો બંદોબસ્ત કરી લીધો છે.
આજે સુરત શહેરમાં આવેલા સરથાણા જકાતનાકા ખાતે બોર્ડની પરીક્ષા આપવા માટે જઈ રહેલા વિદ્યાર્થીને ટ્રાફિક પોલીસના કર્મીએ પોતાની બાઈક પર બેસાડીને નાના વરાછા સુધી પરીક્ષાના કેન્દ્રએ હોંચાડ્યો હતો. રક્ષક ઈમ્તિયાઝ નુરાભાઈ ચોકિયા સરથાણા જકાતનાકા પાસે ફરજ બજાવી રહ્યા હતા.
ત્યારે જ એક વિદ્યાર્થી સરથાણા જકાતનાકા પાસે નિરાશ મને ચાલીને જઈ રહ્યો હતો. લોકરક્ષક ઈમ્તિયાઝને વિદ્યાર્થીને જોતા કોઈક પરીક્ષાર્થી હોવાનું લાગ્યું હતું. ત્યાર બાદ તાત્કાલિક ઇમ્તિયાઝે વિદ્યાર્થી પાસે ગયા ને પૂછપરછ કરી અને પરીક્ષા સેન્ટર સુધી મુકવા માટે ગયા હતા.
સુરત શહેરમાં ટ્રાફિક પોલીસ સજ્જ છે કે, વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોચી શકે. સુરતમાં પોલીસના તમામ અધિકારીઓ ખડેપગે પોતાની ફરજ બજાવી રહ્યા છે. પોલીસની આ ત્યારીઓથી આજે એક વિદ્યાર્થી સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શક્યો હતો. ટ્રાફિક પોલીસને આનંદ છે કે, તેઓ ખરેખર અર્થમાં સાર્થક થઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.